ટોપ ન્યૂઝનેશનલ

વૈશ્વિક ભૂખમરાની યાદીમાં ભારતની સ્થિતિ દયનીય, પાકિસ્તાન અને શ્રીલંકા કરતા પણ પાછળ

Text To Speech

વૈશ્વિક સ્તરે ભૂખમારીની અસર અનેક દેશો પર થઈ રહી છે. જેના રીપોર્ટ રજૂ કરતા ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (GHI) 2022માં 121 દેશોમાં ભારત 101 પરથી હવે 107માં ક્રમે આવી ગયું છે. ત્યારે અન્ય પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાએ પણ આ ઈન્ડેક્સમાં ભારતને પાછળ છોડી દીધુ છે.

ગયા વર્ષની સરખામણીએ ભારતમાં ભૂખમરો અને કુપોષણ વધુ

ગ્લોબલ હંગર ઈન્ડેક્સની વેબસાઈટ એ વિશ્વભરમાં ભૂખ અને કુપોષણ ગ્રસ્ત દેશો પર નજર રાખે છે, ત્યારે તેણે શનિવારે અહેવાલ આપ્યો હતો જેમાં ચીન, તુર્કી અને કુવૈત સહિત 17 દેશોએ 5 કરતા ઓછા GHI સ્કોર સાથે ટોચનું સ્થાન મેળવ્યુ છે. જ્યારે ભારત પહેલા જે નંબર પર હતુ તેનાથી પણ પાછુ ધકેલાયુ છે. તેમજ પાકિસ્તાન અને નેપાલ આ યાદીમાં ભારત કરતા આગળ છે. એટલે એમ શાબિત થઈ રહ્યુ છે કે ભારતમાં ભૂખમરો અને કુપોષણ ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ છે.

કોંગ્રેસના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી ચિદમ્બરેએ આકરા પ્રહાર કર્યા

રિપોર્ટનો ઉલ્લેખ કરતા કોંગ્રેસના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરમે કહ્યું છે કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના 8 વર્ષમાં 2014થી અમારો સ્કોર બગડ્યો છે. તેમણે ટ્વિટર પર પૂછ્યું, “માનનીય વડાપ્રધાન બાળકોમાં કુપોષણ, ભૂખમરો અને લાચારી જેવા વાસ્તવિક મુદ્દાઓ પર ક્યારે ધ્યાન આપશે?”

ભારત છ પોઈન્ટ સરકીને 107મા ક્રમે પહોંચ્યુ

આઇરિશ સહાય એજન્સી કન્સર્ન વર્લ્ડવાઇડ અને જર્મન સંસ્થા વેલ્ટ હંગર હિલ્ફ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલા રિપોર્ટમાં ભારતમાં ભૂખમરાનું સ્તર “ગંભીર” ગણાવ્યું છે. વર્ષ 2021માં ભારત 116 દેશોની યાદીમાં 101મા ક્રમે હતું, પરંતુ આ વખતે 121 દેશોની યાદીમાં ભારત છ પોઈન્ટ સરકીને 107મા ક્રમે પહોંચી ગયું છે. આ સાથે જ ભારતનો GHI સ્કોર પણ ઘટી ગયો છે – 2000 માં 38.8 હતો જે 2014 અને 2022 વચ્ચે 28.2-29.1 વચ્ચે પહોચી ગયો છે. ભારતનું રેન્કિંગ ઘટ્યા પછી, સરકારે ગયા વર્ષે અહેવાલની ટીકા કરી હતી અને કહ્યું હતું કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સની ગણતરી કરવા માટે વપરાતી પદ્ધતિ અવૈજ્ઞાનિક હતી.

આ પણ વાંચો:તહેવારો વચ્ચે અમૂલે દૂધની કિંમતમાં કર્યો ભાવ વધારો, સામાન્ય જનતાને મોંઘી ભેટ

Back to top button