ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ કપસ્પોર્ટસ

ગ્લેન મેક્સવેલે ક્રિકેટ વર્લ્ડ કપની સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવ્યો

Text To Speech
  • ગ્લેન મેક્સવેલે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ODI વર્લ્ડ કપની સૌથી ઝડપી સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેને નેધરલેન્ડ સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.

Cricket World Cup 2023: ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ગ્લેન મેક્સવેલે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ODI વર્લ્ડ કપની સૌથી ઝડપી સદી ફટકારી છે. તેણે 40 બોલમાં 8 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. અત્યાર સુધીની ક્રિકેટ વર્લ્ડ કપની સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. મેક્સવેલે નેધરલેન્ડ સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે ODI વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારીને 49 બોલમાં સદી પૂરી કરનાર દક્ષિણ આફ્રિકાના એડન માર્કરામનો રેકોર્ડ તોડ્યો છે .

 

આ પહેલા આ જ વર્લ્ડ કપમાં એડન માર્કરામે શ્રીલંકા સામે રમાયેલી મેચમાં 49 રનમાં સદી ફટકારી હતી. મેક્સવેલની સદીની વાત કરીએ તો, તેણે નેધરલેન્ડના બોલરો પર જરા પણ દયા ન બતાવી. તે 39.1 ઓવરમાં છઠ્ઠી વિકેટ માટે બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે 48.5 ઓવરમાં પોતાની સદી પૂરી કરી હતી. એટલે કે મેક્સવેલે ઈનિંગની 10થી ઓછી ઓવરમાં પોતાની સદી પૂરી કરી હતી. આ પહેલા મેક્સવેલે 2015 ODI વર્લ્ડ કપમાં શ્રીલંકા સામેની મેચમાં 51 બોલમાં સદી ફટકારી હતી.

ODI વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી

  • ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા) – 40 બોલ વિ નેધરલેન્ડ, 2023* (આજે)
  • એડન માર્કરામ (દક્ષિણ આફ્રિકા) – 49 બોલ વિ. શ્રીલંકા 2023
  • કેવિન ઓ’બ્રાયન (આયર) – ઈંગ્લેન્ડ વિરુદ્ધ 50 બોલ, 2011
  • ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા) – 51 બોલ વિ. શ્રીલંકા 2015

ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 400 રનનો ટાર્ગેટ આપ્યો

દિલ્હીમાં રમાઈ રહેલી મેચની વાત કરીએ તો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 8 વિકેટે 399 રન બનાવ્યા હતા. ટીમ માટે પ્રથમ ઓપનિંગ કરવા આવેલા ડેવિડ વોર્નરે 93 બોલમાં 11 ફોર અને 3 સિક્સરની મદદથી 104 રન બનાવ્યા હતા. ત્યારબાદ છઠ્ઠા નંબર પર આવેલા ગ્લેન મેક્સવેલે 44 બોલમાં 240.91ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી અને 9 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 106 રન બનાવ્યા.

તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરનાર વોર્નરે કરી પુષ્પા સ્ટાઈલ

 

આ પણ વાંચો: વર્લ્ડકપ 2023 : આફ્રિકા સામે બાંગ્લાદેશનો 149 રનથી પરાજય

Back to top button