સુરતમાં અશ્વોમાં ગ્લેન્ડર રોગ વકર્યો, કલેક્ટરના આદેશથી 6 અશ્વોને અપાયું દયામૃત્યુ
સુરતના 8 ઘોડામાં ગ્લેન્ડર રોગ જોવા મળ્યો છે. જેમાંથી 6 ઘોડા મૃત્યું પામ્યા છે. મહારાષ્ટ્ર બાદ ગ્લેન્ડર રોગ સુરતમાં પણ દેખાયો છે. ઘોડામાં આ રોગ હાહાકાર મચાવી રહ્યો છે. એક તરફ લગ્નની સિઝન ચાલી રહી છે અને બીજી તરફ અશ્વોમાં આ ચેપી રોગ હાહાકાર મચાવતા અશ્વના પાલકોમાં ચિંતા વ્યાપી છે.
સુરતના 8 ઘોડામાં ગ્લેન્ડર રોગ જોવા મળ્યો
સુરતમાં લાલ દરવાજા વિસ્તારના ઘોડામાં ગ્લેન્ડર રોગ જોવા મળ્યો છે. સુરતના લગભગ 8 ઘોડામાં આ રોગ જોવા મળ્યો છે. જેથી SMC દ્વારા અન્ય ઘોડાના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. તેમજ આ રોગ પ્રાણીઓમાંથી માણસોમાં પણ ફેલાવવાની શક્યતા હોવાથી ઘોડા પાળનર પરિવારજનોના ટેસ્ટીંગ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમજ આગામી સમયમાં વિસ્તારોમાંથી વસવાટ કરતા પ્રાણીઓમાંથી સેમ્પલો લઇને તપાસ કરવામાં આવશે.
અશ્વોમાં ગ્લેન્ડર પોઝિવિટ આવતા તંત્ર એલર્ટ
મળતી માહિતી અનુસાર લાલ દરવાજાના અશ્વોમાં ગ્લેન્ડર પોઝિવિટ આવ્યા છે. જેથી પશુચિકિત્સક દોડતાં થઈ ગયા હતા. અને આ ગ્લેન્ડર રોગ પ્રાણીઓમાંથી માનવીઓમાં પણ ફેલાય છે જેથી આ રોગ ઘોડામાંથી માનવીમાં ન ફેલાય તે માટે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. અને તાત્કાલિક અસરથી ભારત સરકારની ગઇડલાઇન્સ મુજબ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. અને તંત્ર દ્વારા લાલ દરવાજા વિસ્તારથી પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં અશ્વ, ગધેડા, ખચ્ચરની હેરાફેરી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ઘોડાઓને ઇન્જેકશન આપી દયામૃત્યું અપાયું
જાણકારી અનુસાર સુરતના લાલ દરવાજામાં 8 માંથી 6 ઘોડાઓમાં ગ્લેન્ડર નામનો રોગ જોવા મળતા તંત્ર એક્શનમાં આવ્યું છે. અને આ રોગ ઘોડામાંથી માણસોમાં ફેલાવાની શક્યતા હોવાથી સાવચેતીના ભાગ રુપે આ ઘોડાને સુરત કલેક્ટરે ઈન્જેક્શન મુકીને મારી નાંખવાના આદેશ આપ્યા હતા. જિલ્લા પંચાયતના પશુપાલન અધિકારીઓની ટીમ દ્વારા આ ઘોડાઓને ઇન્જેકશન આપીને દયામૃત્યુ આપવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ તેમને સુરતમહાનગર પાલિકાની ડમ્પીંગ સાઇટ પર દફનાવી દેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : વડોદરાવાસીઓ સુવર્ણ જડિત મહાદેવનો લ્હાવો લઈ શકશે, જાણો શું છે વિશેષતા