કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

GJ Election : પ્રથમ તબક્કાના મતદાન માટે કાલે જાહેરનામું થશે પ્રસિધ્ધ

Text To Speech

ગુજરાત રાજ્યની વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ તા.1-12-2022 (ગુરુવાર) તથા 5-12-2022 (સોમવાર)ના રોજ એમ બે તબક્કામાં યોજાનાર છે. ચૂંટણી પંચે આ વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ માટેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં પ્રથમ તબક્કામાં 89 વિધાનસભા મતવિભાગોમાં ચૂંટણી થશે. જેનું જાહેરનામું આવતીકાલે તા.5-12-2022 શનિવારના રોજ બહાર પડવાનું છે.

શું છે આખો કાર્યક્રમ ?

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને આવતીકાલે પ્રથમ તબક્કામાં થનાર મતદાન માટેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ થવા જઈ રહ્યું છે. ત્યારે ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ ૧૪-૧૧-૨૦૨૨ (સોમવાર) છે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આવેલા ઉમેદવારી પત્રોની ચકાસણી તા. ૧૫-૧૧-૨૦૨૨ (મંગળવાર)ના રોજ થશે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૧૭-૧૧-૨૦૨૨ (ગુરુવાર) છે. પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટેની ચૂંટણીનું મતદાન તા. ૧-૧૨-૨૦૨૨ (ગુરુવાર)ના રોજ થશે. પ્રથમ તેમજ બીજા તબક્કામાં થયેલા મતદાનની ગણતરી એકસાથે તા. ૮-૧૨-૨૦૨૨ના રોજ થશે.

પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થશે મતદાન

ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રથમ અને બીજા તબક્કાની ચૂંટણીમાં આવતીકાલે પ્રથમ તબક્કામાં થનાર ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થવાનું છે. ત્યારે આ પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને તાલુકાઓની 89 બેઠકોનો સમાવેશ થાય છે.

Back to top button