ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

મોટા થઇ રહેલા બાળકોને આપો સ્પેસઃ પેરેન્ટ્સ મજબૂત સંબંધો માટે આ પણ ધ્યાન રાખો

  • માતા-પિતાને બાળકોની ચિંતા રહે તે વાત સાચી, પરંતુ તેમને સ્પેસ આપો
  • બાળકોને નાની નાની ભુલો કરવા દો, તેમાંથી તેઓ શીખશે
  • બાળકોની દરેક વાતનો વિરોધ કરશો તો તેઓ દુર જતા રહેશે

માતા-પિતા માટે આમ તો બાળકો ક્યારેય મોટા થતા નથી. દરેક ઉંમરમાં માતા-પિતાને બાળકોની ચિંતા થતી હોય છે. પેરે્ન્ટ્સને હંમેશા બાળકોની ખાવા-પીવાથી લઇને સુવાની, તેમની સફળતા સુધી દરેક વસ્તુઓની ચિંતાઓ થતી રહે છે. તેમને એ વાતની ચિંતા રહે છે કે ક્યાંક તેમનુ બાળક પોતાની ઓળખ બનાવવામાં, નોકરી કરવામાં અને પરિવારને આગળ વધારવામાં મોડુ ન કરી દે.

એક સમય બાદ માતા પિતાની ચિંતાઓ બાળકોને તેમની સ્પેસમાં દખલ લાગવા લાગે છે. આજ કારણે તેઓ માતા-પિતાથી દુર થવા લાગે છે. તેમને લાગે છે કે તેમના પેરેન્ટ્સ તેમને પ્રેમ કરતા નથી. દરેક વખતે તેમને કોઇને કોઇ વાતે લડ્યા કરે છે. જો તમારા બાળકો પણ આ કારણે તમારાથી દુર થતા હોય તો આ વાંચો અને વિચારો. અહીં તમારી અને તમારા બાળક વચ્ચેનું અંતર ઘટાડવાની ટિપ્સ અપાઇ છે.

 મોટા થઇ રહેલા બાળકોને આપો સ્પેસઃ પેરેન્ટ્સ મજબૂત સંબંધો માટે આ પણ ધ્યાન રાખો hum dekhenge news

બાળકોના નિર્ણયોમાં સપોર્ટ કરો

કેટલાય લોકો બાળકો સામે પોતાના જમાનાની વાતો કરવા લાગે છે. પેરેન્ટ્સે મોટા થઇ રહેલા બાળકો સાથે પોતાની તુલના ન કરવી જોઇએ. તમારો સમય અલગ હતો, તેમનો અલગ છે. તમારી જનરેશનમાં બે-ત્રણ દશકાનો ફર્ક છે. દેશ અને દુનિયા પણ બદલાયા છે તે સ્વીકારો. બાળકો પર તેમના લગ્ન કે અન્ય કોઇ વસ્તુને લઇને દબાણ ન કરો. તમારે બાળકોના કોઇ પણ નિર્ણયોમાં તેમનો સાથ આપવો જોઇએ. આજના યુવાનો પોતાના ભવિષ્ય અંગે વિચારીને જ પ્લાનિંગ કરે છે. આવા સંજોગોમાં તેમના નિર્ણયોને સમજવાની કોશિશ કરવી જોઇએ

બાળકોને સ્વતંત્રતા આપો

પેરેન્ટ્સ હંમેશા પોતાના બાળકોની જિંદગીમાં દખલ કરતા હોય છે. તમારી આ દખલઅંદાજી તમને તમારા બાળકોથી દુર કરે છે. આજકાલના બાળકો અગાઉની પેઢીની તુલનામાં કેટલીયે વસ્તુઓ અલગ પ્રકારે વિચારે છે અને કરે છે. તેમની રહેણી-કરણી, ખાણી-પીણી અને પહેરવેશને લઇને ખર્ચા પાછળની પેઢી કરતા મોંઘા અને અલગ હશે. તેથી પેરેન્ટ્સે બાળકોની સ્વતંત્રતાનું સન્માન કરવુ જોઇએ અને તેમને સ્પેસ તેમજ સ્વતંત્રતા આપવી જોઇએ.

 મોટા થઇ રહેલા બાળકોને આપો સ્પેસઃ પેરેન્ટ્સ મજબૂત સંબંધો માટે આ પણ ધ્યાન રાખો hum dekhenge news

ભુલોમાંથી શીખવાનો મોકો આપો

કોઇ પણ માતા-પિતા પોતાના બાળકોને કોઇ પણ પ્રકારની પરેશાનીમાં જોવા ઇચ્છતા નથી, પરંતુ જો બાળકો નાની નાની ભુલો કરે છે તો તેમને કરવા દો. આમ કરવાથી તેમનો અનુભવ વધશે. એવું કહેવાય છે કે જ્યાં સુધી બાળકો કોઇ મોટી ભુલ ન કરે ત્યાં સુધી પેરેન્ટ્સે પોતાના સલાહ-સુચન ન આપવા જોઇએ. પેરેન્ટ્સે બાળકો પર વધુ દબાણ નાંખવાથી દુર રહેવુ જોઇએ.

સમાધાન શોધો

પેરેન્ટ્સ અને બાળકોમાં જો કોઇ વાતને લઇને અસહમતિ છે તો પેરેન્ટ્સ અને બાળકો સાથે બેસીને પોત પોતાની વાત રજુ કરે અને સમાધાન પર ચર્ચા કરે. વાતચીતથી દરેક લડાઇ-ઝઘડાનો ઉકેલ લાવી શકાય છે.

આ પણ વાંચોઃ આ 4 કારણોથી ઘરમાં લાગે છે આગ, ફ્લેટમાં રહેતા લોકો એકવાર જરૂર વાંચો

Back to top button