ખેતીટ્રેન્ડિંગનેશનલસંવાદનો હેલ્લારો

મને ઘરે આવવા જવા માટે હેલિકોપ્ટર આપો: ખેડૂતની આ માંગ સાંભળીને સરકારી તંત્રને નવાઈ લાગી

Text To Speech

રાજસ્થાન, ૩૦ જાન્યુઆરી: રાજસ્થાનમાં બાડમેરના કલેક્ટર અને IAS અધિકારી ટીના ડાબી સાથેની એક રાત્રિ ચૌપાલમાં એક ફરિયાદી શખ્સે ઘરે આવવા-જવા માટે હેલિકોપ્ટર અપાવવાની માંગ કરી છે. એક સરકારી શિક્ષકે તેમના ઘર તરફ આવવા જવાના રસ્તા પર દબાણ કરી ખેતર બનાવ્યું છે, જેથી તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાજસ્થાનમાં બાડેમરના જિલ્લા અધિકારીને રાત્રી ચોપાલ દરમિયાન ખેડૂતે આ માંગ કરતા આશ્વર્ય સર્જાયું છે.

આ વ્યક્તિએ ડીએમ મેડમને પોતાના ઘરે આવવા-જવાના રસ્તા બંધ હોવાને કારણે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી. વ્યક્તિએ લેખિત ફરિયાદ અને માંગથી ત્યાં હાજર જિલ્લાધિકારી અને બીજા અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. જોકે અધિકારીઓએ તેની ફરિયાદ સાંભળીને તેનું નિરાકરણ લાવવાનું આશ્વાસન આપ્યું છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે પોતાના ઘરથી ખેતર આવન જાવનનો રસ્તો અવરોધિત હોવાથી આ પગલું ભરવું પડયું છે. બાડમેરના જોરાપુર ગામમાં રહેતા માંગીલાલે કહયું હતું કે ખેતરમાં જવાના માર્ગ પર બીજા લોકો ખેતી કરે છે. આવા સંજોગોમાં રસ્તો બંધ હોવાથી પોતાને ખેતર નિયમિત જઇ શકતા નથી. જો આનો બીજો કોઇ ઉપાય થવાનો ના હોયતો હેલિકોપ્ટર આપવાની વ્યવસ્થા કરવી જરુરી છે.

આ પછી એસડીએમને બુધવારે જગ્યાનું નિરીક્ષણ કરવા અને મુશ્કેલી ઉભી કરનારને નોટિસ આપવાની સાથે ત્રણ દિવસમાં મુશ્કેલીને દૂર કરીને રસ્તો ખોલવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો. એસડીએમ બદ્રીનારાયણે જણાવ્યું કે લોકોએ કાચા રોડ પર ખેતી કરીને રસ્તો બંધ કરી દીધો છે. જેને કારણે ફરિયાદીને આવવા-જવા માટે રસ્તો નથી મળી રહ્યો.

ફરિયાદીને ખેતરમાં આવન જાવનની સમસ્યા આજકાલ કરતા ૩ વર્ષથી રહે છે. રસ્તો ના ખુલી શકતો હોયતો તેવા કિસ્સામાં હેલિકોપ્ટર ફાળવવા ઉપરાંતનો કોઇ જ વિષય બાકી રહેતો નથી. બાડમેરની ડીએમ ટીના ડાબીને અજીબો ગરીબ અરજી સાંભળીને ખૂબ નવાઇ લાગી હતી. સ્થળ પર સરકારી સ્ટાફે નિરીક્ષણ કરીને અતિક્રમણ કરીને ખેડૂતને ખેતર જવાના અવરોધ ઉભો કરનારાને નોટિસ ફટકારીને ૩ દિવસમાં ગેર કાયદે દબાણ હટાવી લેવાની સુચના આપી હતી.

આ પણ વાંચો..શું આ બિગ બોસ બ્યુટી ક્રિકેટર મોહમ્મદ સિરાજને કરી રહી છે ડેટ? અભિનેત્રીની માતાએ જણાવ્યું સત્ય

Back to top button