“કાશ્મીર આપી દો ભારતને, આપણે તેને લાયક નથી” પાકિસ્તાની વ્યક્તિનો વીડિયો વાયરલ
જ્યારથી ભારત અને પાકિસ્તાન અલગ-અલગ દેશ બન્યા છે ત્યારથી બંને દેશો વચ્ચેનો એક મુદ્દો ખૂબ જ સંવેદનશીલ રહ્યો છે. આ મુદ્દો કાશ્મીરનો છે. પાકિસ્તાન હંમેશા આ મુદ્દે ભારત પર આરોપ લગાવતું રહે છે. જો કે ભારત હંમેશા પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે કડક શબ્દોમાં ચેતવણી આપતું આવ્યું છે કે તે કાશ્મીર વિશે વિચારવાનું બંધ કરે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ની વાત કરીએ તો ત્યાંની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અહીંના લોકો હંમેશા પાકિસ્તાનથી અલગ થવાની માંગ કરતા રહે છે. હવે આ જ વિષય પર પાકિસ્તાની યુટ્યુબરે કાશ્મીરના મુદ્દા પર પાકિસ્તાનના લોકો સાથે વાત કરી.
આપણે કાશ્મીરના લાયક જ નથી: પાકિસ્તાની નાગરિક
પાકિસ્તાની મહિલા યુટ્યુબર સના અમજદે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની પરિસ્થિતિ વિશે લોકો સાથે વાત કરી. પાકિસ્તાની યુટ્યુબરે એક વ્યક્તિને પૂછ્યું કે, શું પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકો ભારતમાં જોડાવા માંગે છે? તેના પર તે પાકિસ્તાની વ્યક્તિએ જવાબ આપતા કહ્યું કે આપણે (પાકિસ્તાન) કાશ્મીરના લાયક નથી. આપણે કાશ્મીર ભારતને જ આપી દેવું જોઈએ. જુઓ વિડિયોમાં પાકિસ્તાની લોકોના કાશ્મીર અને ભારત અંગેના સવાલોના મજેદાર જવાબો.
હું PM મોદીનો ફેન છું: પાકિસ્તાની નાગરિક
પાકિસ્તાની વ્યક્તિએ મહિલા યુટ્યુબરને કાશ્મીર સંબંધિત સવાલનો જવાબ આપતા કહ્યું કે, આપણા દેશની હાલત જ એટલી ખરાબ છે, કે આપણા મુસ્લિમો (પાકિસ્તાન) કાશ્મીરને ડિઝર્વ જ નથી કરતા. આપણે આપમી મિલકત માટે લડી રહ્યા છીએ. પાકિસ્તાન ડિફોલ્ટ થઈ ગયું છે. અહીંના લોકો રાજકીય સ્તરે વ્યસ્ત છે. જો આપણે કાશ્મીર ભારતને આપીશું તો તેઓ તેમના માટે ઘણું સારું કામ કરશે. કાશ્મીરમાં આયોજિત G20 બેઠક વિશે વાત કરતા વ્યક્તિએ કહ્યું કે ભારત દરેક રીતે સફળ થઈ રહ્યું છે. હું પીએમ મોદીનો ફેન છું.
પાકિસ્તાનમાં ફેલાયો ગભરાટ
મહત્વનું છે કે ભારતે વર્ષ 2019માં જ કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવી દીધી હતી. ત્યારથી પાકિસ્તાન ગભરાયું છે. મહત્વનું છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ આ અંગે આંતરરાષ્ટ્રીય મંચ પર નિવેદન પણ આપ્યું હતું. તેના પર ભારતે હંમેશા પાકિસ્તાનને ફટકાર લગાવી છે અને હંમેશા એક જ વાત સમજાવી છે કે તે કાશ્મીર વિશે વિચારવાનું બંધ કરી દે.
આ પણ વાંચો: ચીન બાદ હવે ઈટલી મુસ્લિમોને લઈને કડક બન્યું, મસ્જિદોની બહાર નમાજ પઢવા પર પ્રતિબંધ