અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ધો-6થી12ના અભ્યાસક્રમમાં ‘ગીતા સાર’ દાખલ કરાશે, શિક્ષણમંત્રીએ સંકલ્પ રજૂ કર્યો

Text To Speech

ગાંધીનગર: 7 ફેબ્રુઆરી 2024, ગત વર્ષ 2023ના ડિસેમ્બર મહિનામાં વર્ષ 2024ના આગામી સત્રથી ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં ધોરણ-6 થી 12ના બાળકો માટે ભગવદ્ ગીતા વિષય તરીકે ભણાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.એ દરમિયાન રાજ્યના શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરિયા તથા કુબેર ડિંડોરે એકસાથે ગીતા જયંતી નિમિત્તે અભ્યાસક્રમના પુસ્તકનું વિમોચન કર્યું હતું. ત્યારે હવે હાલમાં ચાલી રહેલા વિધાનસભાના સત્રમાં પ્રફુલ પાનસેરિયાએ અભ્યાસક્રમનો સંકલ્પ રજૂ કર્યો હતો. આ સંકલ્પ પર કોંગ્રેસના ધારાસભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો.

સંકલ્પ રજૂ થતાં જ કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો
આગામી સમયમાં ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં ધોરણ-6 થી 12ના બાળકો માટે ભગવદ્ ગીતા વિષય તરીકે ભણાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. ત્યારે તેનો સંકલ્પ આજે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફૂ્લ્લ પાનસેરિયાએ રજૂ કર્યો હતો. આ સંકલ્પ રજૂ થતાં જ કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો. કોંગ્રેસે કહ્યું હતું કે, હવે સરકારે આ નિર્ણય કર્યો છે તો ગૃહમાં ચર્ચાની જરૂર નથી. આ અંગે સલાહકાર સમિતિના નિયમ પ્રમાણે કામ થયું નથી. સરકારે સાત દિવસ પહેલાં જ સંકલ્પ મુદ્દે વિપક્ષનું ધ્યાન દોરવું જોઈએ.

ધોરણ-6 થી 8માં ભગવદ્ ગીતાનો પરિચય ભણાવાશે
રાજ્યની શાળાઓમાં ધોરણ-6 થી 12માં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરિચય કરાવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે. જે મુજબ ધોરણ-6 થી 8માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય સર્વાંગી શિક્ષણ વિષયના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન-પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવશે. ધોરણ-9 થી 12માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન-પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવશે.રાજ્ય સરકાર દ્વારા શાળાકીય શિક્ષણના ધોરણ-૬ થી ૧૨ ના અભ્યાસક્રમમાં “ગીતા સાર” નો સમાવેશ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્ચો છે.

આ પણ વાંચોઃસ્ટેચ્યૂ ઓફ યુનિટી, સિદ્ધપુર અને વડનગર ખાતે બનશે એરપોર્ટઃ ગુજરાત સરકાર

Back to top button