ગુજરાતટોપ ન્યૂઝ

જૂનાગઢ : ભારે પવનના પગલે ગિરનાર રોપ-વે બંધ, લોકોને ભારે હાલાકી

Text To Speech

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં ભારે પવન સાથે ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. સમગ્ર રાજ્ય કડકડતી ઠંડીમાં થરથરી રહ્યું છે. ત્યારે હવે જૂનાગઢમાં ભારે પવન ફુંકાના પગલે ગિરનાર રોપ-વેને બંધ કરવાની ફરજ પડી છે. જૂનાગઢના વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફુંકાતા તંત્ર દ્વારા રોપ-વે બંધ કરવાની ફરજ પડી હતી.

મળતી માહિતી મુજબ લોકોની સલામતીના પગલે રોપ-વે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગિરનાર પર રોપ વે બંધ કરી દેતા અનેક લોકો અટવાયા હતા અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ રોપ વે બંધ કરવાના નિર્ણયના પગલે દર્શને આવેલા લોકો ફરજીયાત પગથિયા ચડવા મજબુર બન્યા છે. જો પવનનું જોર ઓછું થશે તો રોપ વે ફરીથી શરૂ કરવામાં આવશે.

ગાંધીનગરમાં પણ 11 ડિગ્રી તાપમાનમાં લોકો ઠરી ગયા છે. તો અમદાવાદમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગીરનાર પર્વત પર તાપમાનનો પારો 1 ડિગ્રી સુધી ગગડ્યો હતો. રાજ્યમાં હજુ પણ 2 દિવસ ઠંડીનો ચમકારો રહેવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, કચ્છમાં કાતિલ ઠંડીનો અનુભવ થશે. ઉત્તર પૂર્વીય પવનોને કારણે રાજ્યમાં ઠંડી વધી રહી છે તો બીજી તરફ લોકોને સાવચેતી રાખવા હવામાન વિભાગે અપીલ કરી છે.

બનાસકાંઠામાં 7 ડિગ્રી, ડિસામાં 9 ડિગ્રી તાપમાન તથા પાલનપુરમાં 10 ડિગ્રી, ભુજમાં 10 ડિગ્રી તાપમાન બન્યું છે. તેમજ આગામી દિવસોમાં ઠંડી ચમકારો યથાવત રહેવાની આગાહી કરી છે. રાજ્યમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે. રાજ્યના 9 શહેરમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયુ છે. 6 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યુ છે.

આ પણ વાંચો : ગુજરાત: સરકારી પરીક્ષા પૂર્વે પેપરફોડ, સેટિંગબાજોને નજરકેદ કરાશે!

Back to top button