છોકરીઓને પૂરતી તકો આપવામાં આવે તો ઘણી આગળ વધી શકેઃ રાષ્ટ્રપતિ મૂર્મૂ
નવી દિલ્હી, 27 ડિસેમ્બર : રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ બુધવારે કહ્યું કે જો છોકરીઓને પૂરતી તકો આપવામાં આવે તો તેઓ છોકરાઓને પાછળ રાખી શકે છે. રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય રાજધાનીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિવર એન્ડ બિલીયરી સાયન્સ (ILBS) ના 9મા દીક્ષાંત સમારોહને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું.
સંસ્થાના વિવિધ વિદ્યાર્થીઓને પુરસ્કારોનું વિતરણ કર્યા બાદ તેમણે વધુમાં જણાવ્યું કે, “મને એ જાણીને આનંદ થાય છે કે આજે ડિગ્રી પ્રાપ્ત કરી રહેલા 65 વિદ્યાર્થીઓમાંથી 37 દીકરીઓ છે. આ એક ઉદાહરણ છે કે જો છોકરીઓને પૂરતી તકો આપવામાં આવે તો તેઓ છોકરાઓ કરતાં પણ આગળ નીકળી શકે છે, અને તમે આજે તબીબી સમુદાયના મહત્વપૂર્ણ સભ્યો બની ગયા છો, હું માનું છું કે તમે બધા સુપર સ્પેશિયાલિસ્ટ તરીકેની તમારી જવાબદારીઓને અત્યંત નમ્રતા, સેવાલક્ષી વલણ અને સંવેદનશીલતા સાથે નિભાવશો.
ILBS એ 13 વર્ષના સમયગાળામાં વિશેષ ઓળખ સ્થાપિત કરી છે અને આ સંસ્થાની સફળતાના માપદંડ અત્યંત પ્રભાવશાળી છે. જે ઓછા ખર્ચે વિશ્વ કક્ષાની સુવિધાઓ પૂરી પાડે છે તેના કારણે, ભારત આજે આરોગ્ય ક્ષેત્રે વૈશ્વિક સ્તરે આગવું સ્થાન મેળવી રહ્યું છે. રાષ્ટ્રપતિનું માનવું છે કે, ILBS તબીબી પ્રગતિની સાથે સાથે વૈશ્વિક સ્તરે સંશોધન ક્ષેત્રે પણ પ્રસિદ્ધિ હાંસલ કરે. તેમજ, યકૃતના રોગોને રોકવામાં ILBSનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે.
આ ઉપરાંત, રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, દેશમાં દરેક વ્યક્તિ રોગમુક્ત થાય તે ધ્યેયને હાંસલ કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરવાની વધુ જરૂર છે. ડૉકટરો દ્વારા તમામ નાગરિકોમાં જાગૃતિ પેદા કરવી અને દેશના લોકોમાં અંગદાન અંગે જાગૃતિ લાવવી જોઇએ તેમ મહામહિમ રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું. સાથે જ, તમે બધા આદર્શોને ધ્યાનમાં રાખીને માનવ સેવાનો નવો દાખલો સ્થાપિત કરો.
આ પણ વાંચો : મોંઘવારીમાં મળશે મોટી રાહત; મોદી સરકાર 25 રુપિયાના ભાવે વેચશે ચોખા