ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બાળકીનો મૃતદેહ મળ્યો સૂટકેસમાં, માતા છે ગાયબઃ જાણો ક્યાં અને શું બન્યું?

Text To Speech

બિહાર, 24 ઓગસ્ટ, બિહારમાંથી દરરોજ ચોંકાવનારા સમાચારો આવતા રહે છે. ત્યારે વધુ એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. સૂટકેસમાંથી 3 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે આ જોઇને ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બાળકી તેની માતા સાથે તેની માસીના જન્મદિવસની પાર્ટીમાં ગઈ હતી. પરંતુ બાળકીનો મૃતદેહ મળ્યા બાદ બાળકીની માતા લાપતા છે. આ બનાવ  બિહારના મુઝફ્ફરપુરમાં બન્યો છે. પોલીસ ઘટના સ્થળે પંહોચીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

બિહારના મુઝફ્ફરપુરમાં ટ્રોલી બેગમાંથી સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હોવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આ ઘટના મિથનપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના રામબાગ FCI વેરહાઉસ પાછળના વિસ્તારમાં બની હતી. બાળકીને તેનું ગળું કાપીને તેની હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ મૃતદેહને ટ્રોલી બેગમાં ભરીને ફેંકી દેવામાં આવી હતી. બાળકીની માતા કાજલ કુમારી શુક્રવારે બપોરે 2 વાગ્યાથી ગુમ છે. આશંકા છે કે, ગેરકાયદેસર સંબંધમાં માતાએ તેના પ્રેમી સાથે મળીને માસૂમ પુત્રીની હત્યા કરી અને પછી ત્યાંથી ભાગી ગઈ.

યુવતીની ઓળખ મિસ્ટી તરીકે થઈ છે. બાળકીની માતાનું નામ કાજલ છે. આ ઘટના અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. મૃતદેહ અંગેની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. કહેવાય છે કે કાજલ તેની પુત્રી મિસ્ટી સાથે શુક્રવારે તેની બહેનના ઘરે જન્મદિવસની પાર્ટી માટે નીકળી હતી. શનિવારે સ્થાનિક લોકોએ ઝાડીમાં લાલ સૂટકેસ જોયો. નજીકથી તપાસ કરતાં બાળકીનો મૃતદેહ જોવા મળ્યો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તેણે સૂટકેસ ખોલી ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા.

પરિવારજનોએ બાળકીની હત્યા કરીને મૃતદેહને ફેંકી દીધો હોવાની આશંકા વ્યક્ત કરી છે. બાળકીના પિતાની હાલત ખરાબ છે અને રડી રહ્યા છે. માતાનો મોબાઈલ સ્વીચ ઓફ અને ગુમ છે. ગુમ થયેલી માતા માટે પિતાએ લેખિત અરજી આપી હતી. પોલીસે આ મામલે વધુમાં વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો..સ્કૂલે મોડા પડવાનું કારણ જણાવવા શિક્ષકે વીડિયો બનાવ્યો અને IAS અધિકારીઓને આપી સલાહ, જૂઓ

Back to top button