કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

હું જાવ છું કહીને મોત વ્હાલું કરી લીધું, રાજકોટમાં ઈન્સ્ટાગ્રામ ક્વિન તરીકે જાણીતી બનેલી યુવતીએ આપઘાત કર્યો

Text To Speech

રાજકોટ, 22 ફેબ્રુઆરી 2025: સૌરાષ્ટ્રમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટમાંથી એક જાણીતી યુવતીએ આપઘાત કરતા ચકચારી મચી ગઈ છે. ઈન્સ્ટાગ્રામ પર ફેમસ થયેલી યુવતી પોતાની જાતને ઈન્સ્ટાગ્રામ ક્વિન ગણાવતી હતી. આ યુવતીનું નામ રાધિકા ધામેચા છે, જેણે આપઘાત કરી લેતા અનેક સવાલો થઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Tofani__🖤 (@tofani_radha_1212)

અહીં ઉલ્લેખનિય છે કે રાધિકા ધામેચા ઈન્સ્ટાગ્રામ પર તોફાની રાધા તરીકે ફેમસ થઈ હતી. રાધિકાની ઉંમર 26 વર્ષ હતી. જો કે, રાધિકાએ આ પગલું કેમ ભર્યું તેની કોઈ માહિતી હાલમાં તો મળતી નથી. રાતે બનેલી આ ઘટનામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે. તોફાની રાધા રૈયા રોડ પર પરિવારથી અલગ રહેતી હતી.

બીજી તરફ એવી પણ જાણકારી મળી રહી છે કે, રાધિકા તાજેતરમાં જ ગોવા ફરવા ગઈ હતી. રાધિકાએ આપઘાત કરતા પહેલા તેના પિતાને ફોન કર્યો હતો.જેમાં તેણે હું જાવ છું એવું કહ્યું હતું. જો કે તેના પિતા ત્યાં પહોંચે તે પહેલા તેણે આપઘાત કરી લીધો હતો.આત્મહત્યાના કારણે જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે. અહીં ઉલ્લેખનિય છે કે ઈન્સ્ટાગ્રામ પર રાધિકાને હજારો ફોલોઅર્સ છે. રાધિકાએ આવી રીતે અચાનક આપઘાત કરતા ખળભળાટ મચી ગયો છે. હાલમાં પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Tofani__🖤 (@tofani_radha_1212)


આ પણ વાંચો: અમેરિકન સૈન્યમાં મોટો ફેરફાર: ડોનાલ્ડ ટ્રમ્પે એરફોર્સ ચીફને પદ પરથી બરતરફ કર્યા

Back to top button