ગુજરાત

વડાપ્રધાન મોદીને નહીં પણ તેમની માતાને મળવા માટે 4 કલાક સુધી રાહ જોતી રહી બાળકી, જાણો શું છે કારણ ?

ગતરોજ બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આ લોકાશાહીના પર્વ પર યુંઅવાનો થી માંડી વૃદ્ધો સહીત દરેક વ્યક્તિઓએ ઉત્સાહભેર મતદાન કર્યું છે. આ સમયે ગાંધીનગરથી એક સમાચાર જાણવા મળી રહ્યા છે કે, બીજા તબક્કાના મતદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબા ગાંધીનગરનના રાયસણ ખાતે મત આપવા ગયા હત. ત્યારે એક નાનકડી બાળકી સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે હવે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે લોકો પરિણામની રાહ જોઈ રહ્યા છે. ગાંધીનગર જીલ્લામાં 65.66 ટકા મતદાન નોધાયું છે. આ બીજા તબક્કાના મતદાન દરમિયાન ગાંધીનગરની એક બાળકી સૌના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. તેમજ આ બાળકીને જોઈ સૌ કોઈ તેના સંસ્કારના વખાણ કરે છે.

નાની બાળકી હિરાબાની રાહ જીતી હતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબ્કાનું મતદાન ગતરોજ પૂર્ણ થયું આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા રાયસણની પ્રાથમિક શાળા ખાતે મતદાન માટે બપોરે 12 વાગ્યાની આસપાસ ગયા હશે. ત્યારે આહી એક નાનકડી બાળકી પોતાના પિતા સાતેહ વહેલી સવારથી જ હીરાબાના દર્શન કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહી હતી. મૂળ મહેસાણાની નાનકડી આરાધ્ય પોતાના પિતા સાથે હીરાબાના દર્શન કરવા માટે ખાસ રાયસણ આવી હતી. હીરાબાના દર્શન કરવા આ નાનકડી બાળકી કલાકો સુધી રાહ જોતી રહી.

4 કલાક સુધી હીરાબાની જોતી હતી રાહ

સવારે આઠ વાગ્યાથી જયારે મતદાન પ્રક્રિયા શરુ થાય ત્યારથી આ બાળકી તેના પિતા સાથે આવી ગઈ હતી. આ બાળકીનું નામ આરાધ્યા છે. સવારના આઠ વાગ્યાથી બપોરના 12 વાગ્યે જયારે હીરાબ પોતાનો મતાધિકારીનો ઉપયોગ કરવા માટે પ્રથમિક શાળાએ પહોચ્યા ત્યારે હોરાબા પાસે જેને તેમના ચરણ સ્પર્શ કાર્ય હતા. આરાધ્યા વહેલી સવારથી જ હીરાબાના ચરણસ્પર્શ કરવા માટે સવારથી જ રાહ જોતી હતી. અને જયારે હીરાબા આવ્યા ત્યારે તેનું સપનું પૂર્ણ થયું.

આ પણ વાંચો : મોરબી દુર્ઘટનાને લઈને PM મોદીને બદનામ કરવા બદલ TMC પ્રવક્તાની ધરપકડ

હીરાબા PM મોદીના છે માતા

મહત્વનું છે કે હીરાબા એ મહાન માતૃત્વ છે જેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવા પુત્રને જન્મ આપ્યો છે અને હીરાબા પોતે એ મહાન નાગરિક છે. જે શતાયુની ઉમરે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા. ત્યારે આવા મહાન વ્યક્તિત્વના આશીર્વાદ મેળવવા એ ખૂબ મોટી ધન્યતા સમાન છે. આમ મતદાન પ્રક્રિયામાં વ્યસ્ત સૌ કોઈ લોકો વચ્ચે નાનકડી આરાધ્યાય સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું અને એક સુંદર સંદેશો પણ આપ્યો.

Back to top button