ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાત્રે ગરબામાંથી પરત આવતી યુવતીને ચક્કર આવ્યા અને બની અઘટિત ઘટના

Text To Speech
  • ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી લીધો
  • યુવતી સાથે દુષ્કર્મની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી
  • પોલીસે તાત્કાલિક પગલાં ભરી આરોપીને જેલ હવાલે કર્યો

ગાંધીધામમાં રાપરનાં આડેસર વિસ્તારમાં આવેલા પેવર બ્લોકનાં કારખાનામાં યુવતી સાથે દુષ્કર્મની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. નવરાત્રિમાં ગરબા રમી પરત ફરતા રસ્તામાં યુવતીને ચક્કર આવી જતા યુવતીનાં સાથી મિત્રએ યુવતીને પાણી પીવડાવવા માટે પોતે જ્યાં કામ કરે છે તે કારખાનામાં લઈ ગયો હતો.

જાણો શું છે સમગ્ર ઘટના

ઘટનામાં રાપરનાં આડેસરમાં રહેતી યુવતી નવરાત્રિમાં ગરબા રમીને રાત્રીના એક વાગ્યાના અરસામાં મિત્ર સાથે બાઈક ઉપર પરત ફરી રહી હતી . યુવતીને રસ્તામાં અચાનક ચક્કર આવતાં જેની સાથે ગઈ હતી તે મિત્ર સંજય ગરબી ચોકથી એકાદ કિમી દૂર પોતે જ્યાં કામ કરે છે તે કારખાને લઈ ગયો હતો. જ્યાં પાણી પીધા બાદ ભોગ બનનાર યુવતી રૂમમાં બેઠી હતી ત્યારે કારખાનાનો માલિક આરોપી પ્રવિણ કરસન ગોયલ તેના મિત્ર ભરત સાથે કારખાને પહોંચ્યો હતો. અચાનક કારખાનાનો માલિક આવી જતાં યુવતીનાં મિત્રને બહાર કાઢી યુવતીને કારખાનાનાં રૂમમાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજારતા પોલીસ ચોપડે ગુનો નોંધાયો હતો. જેથી ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.

પોલીસે તાત્કાલિક પગલાં ભરી આરોપી પ્રવીણને ઝડપી લીધો

આરોપી પ્રવિણે પોતાના મિત્ર ભરત અને યુવતીના મિત્ર સંજયને રૂમની બહાર કાઢી અંદરથી દરવાજો બંધ કરી યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ પ્રકારની ફરિયાદ યુવતીએ આડેસર પોલીસ મથકે આરોપી પ્રવીણ કરસન રાજપૂત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે તાત્કાલિક પગલાં ભરી આરોપી પ્રવીણને ઝડપી લીધો હતો.

આ પણ વાંચો: વિકાસ સપ્તાહ, વિકાસ ગાથા: ગુજરાતમાં જ્યોતિ ગ્રામ યોજનાથી ગામડાં ઝગમગી ઉઠ્યા

Back to top button