કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત
ગીરગઢડા : વિદ્યાર્થીની સાથે સ્પોર્ટ્સ શિક્ષકે કર્યા શારીરીક અડપલા, વાલીઓએ ચખાડ્યો મેથીપાક

શિક્ષણ જગતને લાંછન લગાડતી શરમજનક ઘટના ગીરગઢડાના અંબાડા ગામે આવેલી સરકારી પ્રા.શાળામાં પ્રકાશમાં આવેલ હતો. જેમાં ગત ૨૮ જુલાઇ ૨૦૨૨ના રોજ સ્પોર્ટ્સ શિક્ષક દ્રારા શાળાની વિદ્યાર્થીની સાથે શારિરીક અડપલા કરેલ હોય આ બાળાએ પોતાના વાલીને આ સમગ્ર બનેલી ઘટના વર્ણવેલી અને ત્યારબાદ વાલી દ્રારા શાળાના આચાર્યને શાંતિલાલ નાંડોળાને ટેલીફોનિક જાણ કરેલી હતી.
શાળામાં ગયેલી બાળકી રડવા લાગતા સમગ્ર હકીકત સામે આવી
ત્યારબાદ આચાર્ય દ્રારા વાલીને ફોન કરી ઘરે આવવા જણાવતા વાલીઓએ સ્પષ્ટ ઇનકાર કરી દીધેલ અને રોષ વ્યક્ત કરેલ હતો. અને ત્યાર બાદ અડપલાનો ભોગ બનેલી દિકરીએ શાળામાં જતાં રડવા લાગેલ હતી અને તેણે અન્ય શિક્ષકને પોતાની સાથે શાળામાં પીટી શિક્ષક તરીકે ફરજ બજાવતા નિહાર બારડે અડપલા કર્યાનું જણાવતા આ ઘટના બહાર આવી હતી.

ભોગ બનનારની માતાએ ગ્રામ પંચાયતમાં કરી લેખિત રજુઆત
ત્યાર બાદ તા.૮ ઓગષ્ટ ૨૦૨૨ના વિદ્યાર્થીની માતાએ ગ્રામ પંચાયતના સભ્યને લેખીત રજુઆત કરેલ તેમાં જણાવેલ કે સ્પોર્ટ્સ શિક્ષક દ્રારા રીસેશ સમય દરમ્યાન ધો. ૫ માં અભ્યાસ કરતી ૧૦ વર્ષની વિદ્યાર્થીનીને ક્લાસ વર્ગમાં બોલાવી શારિરીક અડપલા કરેલ છે જે બાબતે વર્ગ શિક્ષકને જાણ કરતા કાર્યવાહી થયેલ નહીં. અને શાળાના આચાર્યને વાત કરેલ પણ તમામ ઘટના દબાવવા પ્રયત્ન કરેલ અને આજ દિન સુધી કોઇ કાર્યવાહી થયેલ નથી. અને ભોગ બનનાર દિકરી માનસીક રીતે પીડાય છે શાળાએ જતાં ભય અનુભવે છે. આ શિક્ષક શાળામાં રહેશે તો ભવિષ્ય માટે જોખમી બની રહેશે. જેથી ન્યાય આપવા અંગે પંચાયતના સભ્યને જાણ કરતા આ બાબતે ગ્રામ પંચાયત દ્રારા આચાર્યને લેખિતમાં શિક્ષક પર પગલા ભરવા અંગે રજુઆત થયેલ અને ત્યાર બાદ આચાર્ય રજા પર ચાલ્યા ગયા હતા.
ત્યાર બાદ તા.૮ ઓગષ્ટ ૨૦૨૨ના વિદ્યાર્થીની માતાએ ગ્રામ પંચાયતના સભ્યને લેખીત રજુઆત કરેલ તેમાં જણાવેલ કે સ્પોર્ટ્સ શિક્ષક દ્રારા રીસેશ સમય દરમ્યાન ધો. ૫ માં અભ્યાસ કરતી ૧૦ વર્ષની વિદ્યાર્થીનીને ક્લાસ વર્ગમાં બોલાવી શારિરીક અડપલા કરેલ છે જે બાબતે વર્ગ શિક્ષકને જાણ કરતા કાર્યવાહી થયેલ નહીં. અને શાળાના આચાર્યને વાત કરેલ પણ તમામ ઘટના દબાવવા પ્રયત્ન કરેલ અને આજ દિન સુધી કોઇ કાર્યવાહી થયેલ નથી. અને ભોગ બનનાર દિકરી માનસીક રીતે પીડાય છે શાળાએ જતાં ભય અનુભવે છે. આ શિક્ષક શાળામાં રહેશે તો ભવિષ્ય માટે જોખમી બની રહેશે. જેથી ન્યાય આપવા અંગે પંચાયતના સભ્યને જાણ કરતા આ બાબતે ગ્રામ પંચાયત દ્રારા આચાર્યને લેખિતમાં શિક્ષક પર પગલા ભરવા અંગે રજુઆત થયેલ અને ત્યાર બાદ આચાર્ય રજા પર ચાલ્યા ગયા હતા.

લાંબા સમય બાદ શિક્ષકને શાળાએ જોતા જ વાલીઓ અને ગ્રામજનો તુટી પડ્યા
દરમ્યાન ૧૦ ઓગષ્ટના સવારે અંબાડા ગામની સરકારી પ્રાથમિક શાળા ખુલતા ગ્રામ પંચાયતના સરપંચ સભ્ય અને ગ્રામજનો શાળાએ દોડી ગયેલા અને ધો.૫ ની વિદ્યાર્થીની સાથે અડપલા કરનાર શિક્ષક નિહાર બારડને જોતા લોકો ઉશ્કેરાઇ જઇ આક્રોશમાં આવી ગયા હતા. અને શાળામાં જ આરોપી શિક્ષકે વાલીઓ અને ગ્રામજનોની માફી માગવા લાગેલ પરંતુ લોકો એટલા આક્રોશમાં આવી જતાં શિક્ષકને પકડીને સારી રીતે ધોલાઇ કરતા તેને બચાવો મુશ્કેલ બનેલ હતો. અને ત્યાર બાદ પોલીસને જાણ કરતા ગીરગઢડા પીએસઆઇ જે.બી.ડાંગર પોલીસ કાફલા સાથે શાળાએ દોડી ગયેલા અને વાલીઓ અને ગ્રામજનોની વાત સાંભળીને કાયદાકીય પગલા ભરવાની ખાતરી આપી હતી. તેમ છતાં લોકોમાં રોષ યથાવત હતો બાદમાં પોલીસે આરોપી સ્પોર્ટ શિક્ષકને પકડીને જતાં હતા. ત્યારે પણ વિદ્યાર્થીની માતાએ રોષ ઠાલવતા સ્પોર્ટ શિક્ષકને ફડાકા ઝીંકી દીધા હતા. અને પોલીસ શાળાની બહાર આરોપીને લઇ જતી હતી. ત્યારે પણ રોષે ભરાયેલા વાલી તેમજ ગ્રામજનોએ પીછો કર્યો હતો. પોલીસે લોકોનો રોષ પારખી તાત્કાલીક આરોપી શિક્ષકને જીપમાં બેસાડી દેતા લોકોએ પોલીસની જીપને પણ ઘેરી લીધેલ હતી. અને પોલીસ વાહન પણ ત્યાથી હલવા દિધેલ ન હતું. અને શિક્ષકને બહાર કાઢો અને અમને સોપી આપો તેવા શબ્દોનું રટણ કરતા હતા. આ તમાસો અર્ધો કલાક સુધી ચાલ્યો અને પોલીસ વાહનના દરવાજા, જાળી ખેચી લેતા મહામુસીબતે લોકોના રોષને શાંત પાડવા પોતાનું વાહન દોડાવી નિકળી હતી. એ દરમ્યાન અન્ય વાહનોને ટક્કરો મારીને ફિલ્મમાં જોવા મળતા દ્રશ્યો સાથે પોલીસ આરોપીને લઇને પોલીસ સ્ટેશન નિકળી ગઇ હતી.
સમગ્ર ઘટનામાં શાળાના આચાર્યની ભૂમિકા શંકાસ્પદ
અંબાડા પ્રા.શાળાના શિક્ષકે અગાઉ પણ એક ધો.૭ ની વિદ્યાર્થીનીને પણ અડપલા કર્યા હોય તે વાત પણ આજે સામે આવેલ અને ધો.૭ ની છાત્રના વાલીઓ આચાર્યને આ અંગે બે માસ અગાઉ ફરીયાદ કરવા ગયા ત્યારે આચાર્યએ વાલીને કહી આપેલ કે તમે તમારી છોકરીનું સર્ટી કઢાવીલો આમ શાળાના આચાર્ય સ્પોર્ટ શિક્ષકને બે શબ્દો કહેવાને બદલે છાવરતા હોય તેવા આક્ષેપ વાલીઓ કરી રહ્યા હતા.
આચાર્ય અને લંપટ શિક્ષક સામે પગલા નહી ભરાય તો દિકરીઓ શાળાએ ભણવા નહી આવે
શાળામાં બનેલ શારિરીક અડપલાની ઘટના બાદ જનેતાઓમાં રોષની લાગણી જોવા મળતી હતી. અને ઇ.ચાર્જ આચાર્ય તેમજ ગ્રામ પંચાયતના સત્તાધિસોને જણાવેલ હતુ કે આચાર્ય શાંતિલાલ તેમજ લંપટ સ્પોટ્સ શિક્ષક નિહાર બારડ સામે શિક્ષાત્મક પગલા શિક્ષણ વિભાગ દ્રારા નહી ભરવામાં આવે તો અમે અમારી દિકરોઓને શાળાએ ભણવા નહી મોકલીએ.
સ્પોટ્સ શિક્ષક ઘણા સમયથી રાત્રી રોકાણ કરતો
અંબાડા પ્રા.શાળામાં સ્પોર્ટ્સ શિક્ષક તરીકે ફરજ બજાવતો નિહાર બારડ નામનો શિક્ષક છેલ્લા ઘણા સમયથી નિયમ વિરૂધ્ધ શાળામાં રાત્રી રોકાણ કરતો તેમજ વાલીઓએ એવી પણ રજુઆત કરી હતી કે સવારે અમારા બાળકો શાળાએ આવે ત્યારે હાફ પેન્ટ પહેરીને આંટા મારતો હોય તે અંગે આચાર્યને ફરીયાદ કરવા છતાં આચાર્ય દ્રારા કોઇ પગલા લેવામાં આવેલ નહીં.
વિદ્યાર્થીનીઓ પાસે ચા બનાવડાવતો અને પોતા કરાવતો
આજે વાલીઓ જ્યારે શાળાએ રજુઆત કરવા પોહચ્યા ત્યારે ઇ.ચાર્જ આચાર્યને જણાવેલ હતુ કે શાળામાં અમારી દિકરીઓ પાસે ચા બનાવડાવે પોતા કરાવડાવે તે કેટલા અંશે યોગ્ય છે. અમે અહીયા અમારી દિકરીને ભણવા મોકલીએ છીએ કામ કરવા નથી મોકલતા આ શબ્દો સાંભળી અન્ય શિક્ષકો પણ મોન બની ગયા હતા.
સરપંચ અને ગ્રામ પંચાયતે પણ આચાર્ય અને શિક્ષક પર પગલા ભરવા માંગણી કરી
અંબાડા ગ્રામ પંચાયતના સરપંચ એલ.બી. કાતરીયાને શાળામાં બનેલ ઘટનાની જાણ થતાં સદસ્યો સાથે શાળાએ પોહચી હકીકત જાણી હતી. અને શાળાના આચાર્ય તેમજ લંપટ સ્પોટ્સ શિક્ષક પર કાયદાકીય કાર્યવાહી કરવા ખાત્રી આપી હતી. અને શાળામાં અભ્યાસ કરતા બાળકો પર અસર થાય તે ચલાવી ન લેવાય ગ્રામજનો અને વાલીઓની વાત સાચી હોય અને આચાર્ય ઘટનાને દબાવવા માંગતા હોય તે યોગ્ય નથી.

આરોપી શિક્ષકને લઇ જતી પોલીસને ગ્રામજનોએ પરસેવો પડાવ્યો
ગીરગઢડાના પીએસઆઇ જે.બી.ડાંગર આરોપી શિક્ષકને લઇ જતાં હતા. ત્યારે ગ્રામજનોએ તથા વાલીઓએ પોલીસ જીપને ઘેરી લીધી હતી. અને જીપમાં ઘુસી લંપટ શિક્ષકને ફડાકા જીક્યા હતા. આ દ્રશ્યો જોઇ પોલીસ પણ પરસેવે રેબજેબ થઇ ગઇ હતી. અને મહામુસીબતે અન્ય પોલીસને બોલાવી આરોપી શિક્ષકને ફિલ્મી ઢબે જીપ ચલાવી પોલીસ સ્ટેશને લઇ ગઇ હતી.
આરોપી લંપટ શિક્ષક વિરૂધ પોસ્કો હેઠળ ફરીયાદ નોધાય
અંબાડા પ્રા.શાળાના લંપટ સ્પોર્ટસ શિક્ષક નિહાર બારડ વિરૂધ્ધ ધો.૫ ની વિદ્યાર્થી માતાએ ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે આઇપીસી કલમ ૩૫૪(a) અને પોસ્કો એક્ટની કલમ ૧૦/૧૮ મુજબ ફરીયાદ નોધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.