ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડાસમાને છ માસની સજા પડી છે. જેમાં યુવકોને માર માર્યો, રિવોલ્વર તાકી હતી. તેમજ મહિલા વચ્ચે પડી તો એને પણ ફટકારી હતી. તેમજ 13 વર્ષ પહેલાં ભાજપ સાંસદના ભાઈ અને વકીલ પુત્ર પર હુમલો કર્યો હતો. તેમજ તું ભાગીશ તો તારો ડૂચો કરી નાખીશ તેવી ધમકી આપી હતી. તેથી હવે તેમને તે કેસ બાબતે સજા ફટકારવામાં આવી છે.
એડવોકેટના પુત્ર સહિતના યુવકો ઉપર હુમલો કર્યો
જુનાગઢ જિલ્લાની માળિયા હાટીના કોર્ટ દ્વારા 13 વર્ષ જુના એક કેસમાં ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ચાર શખ્સોને આઈપીસી કલમ 323, 149 અન્વયે છ માસની સાદી કેદની સજાનો હુકમ કરતા ચકચાર મચી છે. 2010ની સાલમાં આરોપીઓએ ચોરવાડ મુકામે ટ્રાફ્કિ જામને લઈને ભાજપના સાંસદના ભાઈ અને એડવોકેટના પુત્ર સહિતના યુવકો ઉપર હુમલો કર્યો હતો.
સાગરિતોએ મિતને સાથે ઝઘડો કરી, ફ્ડાકા ઝીંકીને બહાર ખેંચી લીધો
કેસની હકીકત એવી છે કે, ચોરવાડ મુકામે રહેતા અને અભ્યાસ કરતા એડવોકેટના પુત્ર મિત રોહનભાઈ વૈદ્ય ગત તા.7 નવેમ્બર 2010ના રોજ નૂતન વર્ષે સાંજના 5.30 કલાકે તેના મિત્રો હરીશ નારણભાઈ ચુડાસમા (સાંસદ રાજેશ ચુડાસમાના ભાઈ), હર્ષ મિલન શાહ, કુંજ ભાવેશ મહેતા, નયન મોહન ચુડાસમા અને અન્ય એક ફે મિલી સાથે બે કારમાં ગયા હતા. ડેડેશ્વર મંદિરે દર્શન કરીને હોલીડે કેમ્પના ગેઇટ પાસે પહોંચ્યા ત્યાં ટ્રાફ્કિ જામ હતો. ત્યારે મિતની કારની આગળ વિમલ ચુડાસમાની કાર પડી હતી અને તે કારની બહાર ઉભો હતો. તેણે મિતને કહ્યું કે, તને દેખાતું નથી ટ્રાફ્કિ છે તેમ કહીને તેની સાથેના સાગરિતોએ મિતને સાથે ઝઘડો કરી, ફ્ડાકા ઝીંકીને બહાર ખેંચી લીધો હતો.
તું ભાગીશ તો તારો ડૂચો કરી નાખીશ તેવી ધમકી આપી
બાદમાં વિમલ ચુડાસમા, તેની સાથેના હિતેશ જગદીશ પરમાર ઉ.21, મોહન ઉફે મંગુડી વાઢેર ઉ.32 અને રામજી ઉફે બેરા કારા વાઢેર ઉ.31એ હુમલો કર્યો હતો. વિમલની કારમાંથી ચાર તલવાર કાઢીને મિત અને હરીશના ગળા ઉપર રાખી વાયડા થશો તો બંનેને જીવતા કાપી નાખીશું કહીને ધમકાવ્યા હતા. તે સમયે પરિવારની એક મહિલા કવિતાબેન બચાવવા વચ્ચે પડતા તેને મુક્કા માર્યા હતા. બાદમાં વિમલે રિવોલ્વર કાઢીને મિતને લમણે મુકીને તું ભાગીશ તો તારો ડૂચો કરી નાખીશ તેવી ધમકી આપી હતી.