કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગીર સોમનાથ: ગ્રામજનોની નિ:સ્વાર્થ સેવા, સગર્ભા મહિલાને ખાટલામાં બેસાડીને કરાવી નદી પાર

Text To Speech

શ્રાવણ મહિના પહેલા વરસતા વરસાદને જોઈ એવું લાગી રહ્યું છે જેમ કે વાતાવરણ ગુજરાત પર જળાભિષેક કરતું હોય. બીજી તરફ વાતાવરણમાં આચનક બદલાવ પણ જોવા મળી રહ્યું છે. છેલ્લા 2 થી 3 દિવસ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ગુજરાતના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. પાણી ભરાઈ જવાથી લોકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે અતિભારે વરસાદ વચ્ચે સગર્ભાને હોસ્પિટલ લઈ જવાના દ્રશ્યો તમે ઘણી વખત ફિલ્મોમાં જ જોયા હશે.પરંતુ ગીરસોમનાથના ઉના નજીક હકીકતમાં આવી ઘટના સામે આવી છે. ઉના પાસે આવેલા ખત્રીવાડા ગામે મહિલાને પ્રસૂતિનો દુખાવો થતા ગ્રામજનો અને 108ના સ્ટાફની મદદથી હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી. જેના ફિલ્મી દ્રશ્યો જોઈ તમે પણ કહેશો કે ભગવાન કયા કયા રૂપમાં આવી મનુષ્યોની મદદ કરે છે.

ગીર સોમનાથ
ગીર સોમનાથ

ગ્રામજનોએ ખાટલાની મદદથી કરી નદી પાર

ખત્રીવાડા ગામમાં રહેતી તેજલ રાઠોડ નામની સગર્ભાને પ્રસૂતિનો દુખાવો થતા આવા ભારે વરસાદના તેને હોસ્પિટલ લઈ જવું તે પરિવાર માટે એક મોટો ચિંતાનો પ્રશ્ન હતો . દુખાવો સહેન ન થતાં પરિવારે 108 એમ્બ્યુલન્સને બોલાવાઈ પરંતુ તે સનખડા ગામ સુધી જ પહોંચી શકી. ત્યાંથી નદી પાર કરવી 108 માટે અશક્ય હતી. બીજીતરફ મહિલાને નદી પાર કરાવવી પણ સૌથી મોટું જોખમી અને પડકારજનક કામ હતું. જોકે ગ્રામજનોએ દોરડા અને ખાટલાની મદદથી પ્રસૂતાને નદી પાર કરાવી.

ગીર સોમનાથ
ગીર સોમનાથ

ગામજનોની નિસ્વાર્થ સેવા

આ પરિસ્થિતીમાં પણ ગામના લોકોએ સ્વાર્થ મૂકી પોતાની પરવાહ ના કરતાં મહિલાને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી. મોટી સંખ્યામાં એકઠા થયેલા ગ્રામજનોએ મહિલાને ખાટલામાં બેસાડીને નદી પાર કરાવવામાં મદદ કરી. ત્યારબાદ ટ્રેક્ટરમાં બેસાડીને સનખડા ગામ સુધી પહોંચાડવામાં આવી અને સનખડા ગામેથી મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી. ઘટનામાં ગ્રામજનો અને 108ની ટીમે સરાહનીય ભૂમિકા ભજવી. જેના કારણે સગર્ભાને સલામત રીતે હોસ્પિટલ લઈ જવાઈ.

આ પણ વાંચો:કોંગ્રેસની ગેરંટી એટલે નિયતમાં ખોટ, ગરીબોને નુકસાનઃ PM મોદી

Back to top button