ગીર સોમનાથ : આપ નેતા ભગુ વાળા વિરુદ્ધ દૂષ્કર્મની ફરિયાદ
તાજેતરમાં જ કોગ્રેસ છોડી આપમાં જોડાયેલા ભગુ વાળા સામે દૂષ્કર્મની ફરીયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. વિશ્વાસ ફિલ્મસ ક્રીએશનના નામે યુવતીને કામ આપવાની લાલચ આપી દૂષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. યુવતીને મેડીકલ ચેકઅપ માટે લઇ જવામા આવી છે. પોલીસે 376 મુજબનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફિલ્મ મેકિંગ અને મોડેલિંગની આડમાં ગોરખધંધા
પ્રાપ્ત માહિતી મુજબ વેરાવળ શહેરમાં વર્ષોથી કોંગી નેતા અને તાજેતરમાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલા નેતા ભગુ વાળા વિરુદ્ધ યૂવતીએ દૂષ્કર્મની ફરીયાદ નોંધાવી છે. ભગૂ વાળા થોડા મહિના પેહલા કોંગ્રેસના ઉપપ્રમુખ હતા, હાલ થોડા સમય પહેલા આપ પાર્ટીમાં જોડાયા છે. ભગુ વાળા વિશ્વાસ ફિલ્મસ નામની વિડીયો મેકિંગ એજન્સીનો માલિક હોય જેથી યૂવતીઓને મોડેલિંગ માટે બોલાવી તેનો ગેરલાભ લેતો હોવાનો ફરીયાદીનો આક્ષેપ છે.
શું ફરિયાદ નોંધવાઈ છે ભગુ વાળા સામે ?
રાજેન્દ્ર ભવન રોડ પર ઓફીસ ધરાવતા ભગૂ વાળાએ પોતાના ફ્લેટમા બોલાવી પ્રસિદ્ધ કરાવી દઈશ અને મોડેલ બનાવી દઈશ તેવી લાલચ આપી યુવતી પર બળાત્કાર ગૂજાર્યાની ફરીયાદ નોંધાઈ છે. યુવતીની ફરિયાદ પરથી વેરાવળ સીટી પોલીસે ભગુ વાળા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે યુવતીને મેડિકલ તપાસ માટે મોકલી છે અને આરોપી ભગુને શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.