કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગીર સોમનાથ : વેરાવળમાંથી નકલી કેમિકલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, સંચાલકની ધરપકડ

Text To Speech
  • કેમિકલ ભરેલા કેરબા, બોટલો, એસિડ અને ફિનાઇલ સહિત ૭૦ હજારનો મુદ્દામાલ જપ્ત

વેરાવળ, 23 માર્ચ : રાજ્યભરમાં નકલીનો રાફડો ફાટયો હોય તેમ અવાર નવાર નકલી પોલીસ, નકલી સ્કૂલ, નકલી સરકારી કચેરીઓ અને બોગસ ડૉક્ટરો ઝડપાયા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે વધુ એક બનાવમાં વેરાવળ તાલુકાના બોળાશ ગામની સીમમાં નકલી કેમિકલ બનાવતી ફેક્ટરી પોલીસે ઝડપી લીધી છે. દરોડા દરમિયાન કેમિકલ ભરેલા કેરબા, બોટલો એસિડ અને ફિનાઈલ સહિત અન્ય મટીરીયલ મળી રૂ.૭૦ હજારના મુદ્દામાલ સાથે પોલીસે સંચાલકની ધરપકડ કરી ગુનો નોંધી કાનૂની તપાસનો દર લંબાવ્યો છે.

મળતી માહિતી મુજબ, જુનાગઢના મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને ગીર સોમનાથના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી સબબ અસામાજીક પ્રવૃતિ કરતા તત્વો વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી. જે સુચનના પગલે ગીર સોમનાથ એસ.ઓ.જી.ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. વાઘેલા, એ. એસ.આઈ. દેવદાનભાઈ કુંભરવાડીયા, મેરામણભાઈ શામળા, હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ ટીટીયા કોન્સ્ટેબલ કૈલાશસિંહ બારડ અને મહાવિરસિંહ જાડેજા સહિતની ટીમ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.

દરમિયાન બોળાશ ગામની લક્ષ્મીવાવ સીમ વિસ્તારમાં ભાવેશ ઉર્ફે ભરત બાબુભાઈ જેઠવા (રહે. મેઘપુર) ઓ-રીઅલ નામની નોંધણી વગરની કેમિકલ બનાવતી બોગસ ફેક્ટરી ચલાવતો હોવાની અને બિલ વગરનું હાઇડ્રો ક્લોરીક એસીડ તથા અન્ય મટીરીયલ મંગાવી તેમાથી અલગ અલગ એસીડ, વાઇટ તથા બ્લેક ફીનાઈલ, ગ્લાસ કલીનર, ટોયલેટ કલીનર જેવી અલગ અલગ કેમિકલની બોટલો બનાવી જેના ઉપર ઓ-રીઅલ કંપનીનું લેબલીંગ અને પેકીંગ કરી ગેરકાયદેસર વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી.

જેથી પીજીવીસીએલ, જીપીસીબી, તોલમા૫ તથા ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગને સાથે રાખી દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન પોલીસે હાઈડ્રો કલોરીક એસીડ, ફિનાઈલ, કેમિકલ, બેરલો, બોટલો સહિત અન્ય મટીરીયલ મળી રૂ.૬૯,૯૭૮નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બોગસ ફેક્ટરી ચલાવતા ભાવેશ ઉર્ફે ભરત બાબુભાઈ જેઠવા (રહે. મેઘપુર)ની ધરપકડ કરી ફરિયાદ નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :- વધારા સાથેની નવી જંત્રીની અમલવારી થવામાં વિલંબ થશે! તબક્કાવાર લાગુ કરાશે

Back to top button