ગીર સોમનાથ : વેરાવળમાં ધમધમતા બસ સ્ટેન્ડ વિસ્તારમાં સરેઆમ ફાયરિંગ કરીને યુવાનની હત્યા
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં અતિ ધમધમતા બસ સ્ટેન્ડ વિસ્તારમાં કે.કે.મોરી સ્કુલની સામે ચાની રેકડી પાસે આજે સાંજે 6.30 કલાકના અરસામાં ફાયરીગ કરી એક યુવાનનું કરપીણ હત્યા કરવના બનાવે ચકચાર મચાવી છે. અચાનક આ બનાવ બનતા આજુ બાજુના વિસ્તારની કેબીનો ટપોટપ બંધ થયેલ હતી ઘટનાસ્થળે ટોળા ભેગા થઈ ગયેલ હતા. આ બનાવ બનતા ભારે ભય ફેલાયેલ હતો. રાહદારીઓએ 108 ને બોલાવી તાત્કાલીક યુવાનને હોસ્પીટલે ખસેડેલ પણ ત્યાં તેમને મૃત જાહેર કરેલ હતા.
મૃતક ચા પીવા માટે ઉભા હતા ત્યારનો બનાવ
મળતી માહિતી મુજબ, આજે સમી સાંજે સાતેક વાગ્યે આસપાસ વેરાવળ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા એસટી રોડ ઉપર કારડીયા બોર્ડિંગની સામે ચાની લારી પાસે મોપેડ સ્કૂટર ઉપર બેસેલા રબારી નિતેશ સરમણભાઇ કટારીયા (ઉ.વ.44) ઉપર અચાનક જ એક સ્કૂટર ઉપર આવેલા અજાણ્યા શખ્સે સરાજાહેર ફાયરિંગ કર્યું હતું. જેમાં નિતેશ કટારીયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવેલ જ્યાં તેનું સારવાર મળે તે પૂર્વે જ મૃત્યુ નીપજતા પરીવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
પોલીસ કાફલો દોડી ગયો, જૂનું વેર વાળ્યાની ચર્ચા
બીજી બાજુ આ ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી ખેંગાર, એલસીબી પીઆઇ એ.એસ.ચાવડા, એસઓજી પીઆઈ એ.બી. જાડેજા, સીટીપીઆઈ એસ.એમ. ઈશરાણી સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવી તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો. ઘટના સ્થળ ઉપરથી ફૂટેલું કારતુસ અને રિવોલ્વર પોલીસે કબ્જે કરી હોવાનું જાણવા મળેલ છે. ફાયરિંગ કરનાર આરોપી શખ્સ સ્થળ ઉપર મોપેડ સ્કુટર મુકી નાસી ગયો હોવાથી નાકાબંધી કરવાની સાથે એલસીબી, એસઓજીની જુદી જુદી ટીમો તેને ઝડપી પાડવા તપાસમાં જોડાઈ હતી. આ ફાયરિંગ જુના મનદુઃખના કારણે કર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે.