રક્ષાબંધન પર રાશિ પ્રમાણે તમારી બહેનને ભેટ આપવાથી થશે ફાયદો…
દરેક ભાઈ રક્ષાબંધન પર તેની બહેનને ભેટ આપે છે. આ સાથે જ જો વાત કરવામાં આવે તો બહેનોને તેમની રાશિ પ્રમાણે ભેટ આપવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવો જાણીએ રાશિ પ્રમાણે રક્ષાબંધન પર શું ગિફ્ટ આપી શકાય.આ રક્ષાબંધને કઈ નવું કરો. રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે. બદલામાં, ભાઈઓ તેમનું રક્ષણ કરવાનું વચન આપે છે.
આ સાથે આ દિવસે શુકન તરીકે બહેનોને પૈસા અથવા ભેટ આપવાની પણ પરંપરા છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર 30 ઓગસ્ટે ઉજવવામાં આવશે. બહેનોને તેમની રાશિ પ્રમાણે રક્ષાબંધન ગિફ્ટ આપવાથી તેમનું નસીબ ચમકી શકે છે. ચાલો જાણીએ કે રક્ષાબંધન પર તમારે તમારી બહેનને તેમની રાશિ પ્રમાણે કઈ ભેટ આપવી જોઈએ.
રક્ષાબંધન પર રાશિ પ્રમાણે તમારી બહેનને આપો ભેટ
- મેષ- ઉગતા સૂર્યની તસવીર ગિફ્ટ કરી શકો છો. તેનાથી તેમના જીવનમાં સકારાત્મક ઉર્જા આવશે
- વૃષભ- આ ગ્રહનો શુભ રંગ સફેદ છે. તમે તમારી બહેનને પહેરવા માટે સફેદ મોતી આપી શકો છો
- મિથુન- તમારી બહેનની રાશિ મિથુન છે, તો તેને ગ્રીન ગિફ્ટ આપો
- કર્ક- કોઈ ધાર્મિક પુસ્તક ગિફ્ટ કરો. આ સિવાય સફેદ દોડતા ઘોડાનું ચિત્ર અથવા કોઈ ચાંદીની વસ્તુ આપવી પણ તેમના માટે શુભ રહેશે
- સિંહ- કેસરી રંગના કપડા અથવા સોનાના ઘરેણા ગિફ્ટ કરી શકો છો
- કન્યા રાશિ-બહેનની રાશિ પ્રમાણે તમારે તેને લીલા કપડાં અથવા આ રંગના જ ગિફ્ટ આપવા જોઈએ
- તુલા- સફેદ કે ગુલાબી રંગના કપડાં અથવા ઘરેણાં ગિફ્ટ કરી શકો છો
- વૃશ્ચિક- તાંબા અથવા લાલ રંગની વસ્તુઓ ગિફ્ટ કરવી જોઈએ
- ધન-ધન રાશિની બહેનોને પીળી વસ્તુઓ ભેટમાં આપવી જોઈએ
- મકર-આ રાશિની બહેનોને ભેટમાં ઈલેક્ટ્રોનિક વસ્તુઓ આપવી વધુ સારી માનવામાં આવે છે
- કુંભ-આ રાશિની બહેનોને રત્ન સંબંધિત કોઈ વસ્તુ આપવી શુભ રહેશે
- મીન-આ રાશિની બહેનોને પીળા રંગના કપડા ગિફ્ટ કરવા શુભ માનવામાં આવે છે
રક્ષાબંધનનો પવિત્ર તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. આ તહેવારને હિંદુ સંસ્કૃતિનો ખૂબ જ ખાસ માનવામાં આવે છે, જેમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધની સુંદરતાની ઉજવણી કરવામાં આવે છે.આમ તમે પણ તમારી બહેનને રાશી પ્રમાણે ગીફ્ટ આપો. અને આ રક્ષાબંધન તહેવારની ઉજવણી કરો.
આ પણ વાંચો : શ્રાવણ નિમિત્તે સોમનાથ મંદિરમાં કરાયા મોટા બદલાવ, જાણો શું થયા ફેરફાર…