આ વસ્તુઓ ગિફ્ટમાં આપવાથી ઘરમાં આવે છે સુખ-સમૃદ્ધિ
- જાણો કઈ વસ્તુઓ ગિફ્ટ કરવી વાસ્તુશાસ્ત્રમાં શુભ માનવામાં આવ્યું છે અને શેનાથી વાસ્તુ દોષથી મુક્તિ મળે છે? કઈ વસ્તુઓ સુખ-સમૃદ્ધિ લાવે છે?
આધુનિકતા અને વ્યસ્તતાની વચ્ચે ઘરમાં ખુશહાલી અને સકારાત્મકતા રહે તે ખૂબ જરૂરી છે. ઘણી વખત અજાણતા જ કોઈ ભૂલ વાસ્તુ દોષનું કારણ બને છે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે કેટલીક ગિફ્ટ આપવાથી ઘરમાં ખુશાલી અને આર્થિક સ્થિરતા આવે છે. જાણો કઈ વસ્તુઓ ગિફ્ટ કરવી વાસ્તુશાસ્ત્રમાં શુભ માનવામાં આવ્યું છે અને શેનાથી વાસ્તુ દોષથી મુક્તિ મળે છે? કઈ વસ્તુઓ સુખ-સમૃદ્ધિ લાવે છે?
ભગવાન ગણેશની મૂર્તિ
વાસ્તુ અનુસાર ઘરના પ્રવેશ દ્વાર પર ગણેશજીની મૂર્તિ લગાવવાથી પોઝિટીવ એનર્જી આવે છે અને અનેક બાધાઓ દૂર થાય છે. બુદ્ધિના દેવતા ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવ છે. તેમને સૌભાગ્ય અને સમૃદ્ધિના પ્રતીક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ગૃહ પ્રવેશ જેવા શુભ અવસર પર કોઈ વ્યક્તિને ભગવાન ગણેશની મૂર્તિ ગિફ્ટમાં આપવી શુભ ગણાય છે.
ક્રિસ્ટલ કમળ
ક્રિસ્ટલ કમળને વાસ્તુ શાસ્ત્રમાં શાંતિ અને ખુશીનું પ્રતીક માનવામાં આવે છે. ક્રિસ્ટલ કમળ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું આગમન થાય છે. એવી માન્યતા છે કે પોઝિટીવ એનર્જીને આકર્ષિત કરવા માટે અને ઘરમાં ખુશાલી જાળવી રાખવા માટે લિવિંગ રૂમમાં ક્રિસ્ટલ કમળ રાખવું જોઈએ. એવું માનવામાં આવે છે કે કોઈને ગિફ્ટમાં તે આપવાથી આર્થિક સ્થિરતા આવે છે.
વાસ્તુ યંત્ર
વાસ્તુ શાસ્ત્ર અનુસાર વાસ્તુ યંત્ર ઘરમાંથી નેગેટિવ એનર્જીને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા ખેંચે છે. વાસ્તુ દોષ દૂર કરવામાં પણ વાસ્તુ યંત્ર સહાયક હોય છે. એવું કહેવાય છે કે તેને ઘરની ઉત્તર દિશામાં કે પૂર્વ દિશામાં લગાવવાથી જીવનમાં ખુશીઓ આવે છે અને આર્થિક સંપન્નતા આવે છે.
હાથીની જોડી
હાથીને સુખ સંપતિ અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર કોઈ વ્યક્તિને હાથીની જોડી ગિફ્ટ કરવી શુભ ગણાય છે. એવું કહેવાય છે કે હાથીની જોડી ચાંદી, પિત્તળ કે લાકડાની હોય તો તે શુભ ગણાય છે.
આ પણ વાંચોઃ 12 વર્ષ બાદ કુબેર યોગના નિર્માણથી આ ત્રણ રાશિઓને 2025 સુધી લાભ