AMC ની રક્ષાબંધન પર બહેનોને ભેટ


રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી સમગ્ર રાજ્યમાં ધામધૂમથી થવા જઈ રહી છે. આ માટે અમદાવાદના AMTS વિભાગ દ્વારા રક્ષાબંધન નિમિત્તે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મહિલાઓને રક્ષાબંધન તહેવાર નિમિતે AMTSમાં મુસાફરી ફ્રી રહેશે સાથે જ 10 વર્ષથી નાના બાળકોને પણ મુસાફરી ફ્રી રહેશે. અગાઉ માત્ર રક્ષાબંધન તહેવાર નિમિત્તે માત્ર 10 રૂપિયા ટીકીટ દર રખાયો હતો. પરંતુ હવે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બાળકો અને મહિલાઓ માટે મુસાફરી સંપૂર્ણ ફ્રી રાખવામાં આવી છે.
શહેરમાં AMC સંચાલીત AMTS દ્વારા બહેનોને રક્ષાબંધનની વિશેષ ભેટ આપી છે. અગાઉ આ દિવસે બહેન રૂ.10ની ટીકીટમાં સમગ્ર શહેરમાં એએમટીએસ બસમાં મુસાફરી કરી શકતી હતી. પરંતુ હવે સમય બદલાતા હવે સમય બદલાયો છે. AMCએ રક્ષાબંધન પર્વ નિમિત્તે મહિલાઓને મહત્વની ભેટ આપી છે.
અમદાવાદ મહાનગરપાલિકાએ રક્ષાબંધન નિમિત્તે બહેનોને મોટી ભેટ આપતા રક્ષાબંધન તહેવાર નિમિતે મુસાફરી ફ્રી રાખવાનો નિર્ણય લેવાયો છે. જેથી આ દિવસે AMTSમાં મહિલાઓ ફ્રીમાં મુસાફરી કરી શકશે. 10 વર્ષથી નાના બાળકોને પણ મુસાફરી ફ્રી રહેશે.
આ પણ વાંચો : રક્ષાબંધન વિશેષ: બહેનને આત્મનિર્ભર બનાવવા માટે આપી શકો છો આ ભેટ, સૌથી સસ્તી અને ભવ્ય
ઉલ્લેખનીય છે કે, સામાન્ય દિવસમાં બસમાં મનપસંદ ટિકિટનું ભાડુ 35 જેટલું લેવાય છે, જયારે મહિલાઓ પાસેથી 20 અને બાળકો પાસેથી 10 રૂપિયા ટિકિટનું દર લેવાય છે. પરંતુ આ વખતે રક્ષાબંધનના દિવસે ટિકિટ ફ્રી રાખવાનો નિર્ણય લેવાયો છે.