ટોપ ન્યૂઝબિઝનેસ

ગિફ્ટ નિફ્ટીમાં પોઝીટીવ ટ્રેન્ડઃ એશિયન બજારોનો મિશ્ર દેખાવ

Text To Speech

મુંબઇ, 3 માર્ચઃ એશિયન બજારોના મિશ્ર દેખાવ પાછળ ગિફ્ટ નિફ્ટી આજે ઉપર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે બીજી બાજુ જાપાનનો નિક્કેઇ 225 પોઇન્ટ કે 1.10 ટકા વધીને 37,565 રહ્યો હતો. જ્યારે ડાઉ 1.6 ટકા નીચે 3,805.81, સાઉથ કોરિયાનો કોસ્પી 2,532 પોઇન્ટના ફ્લેટ સ્તરે અને શાંઘાઇ કંપોઝીટ 0.34 ઉપર 3,332 ઉપર રહ્યો હતો. આમ આજે સોમવારે શેરબજારમાં નીચલા સ્તરેથી લેવાલી નીકળી આવતા સેન્સેક્સ અને નિફ્ટી બન્ને પોઝીટીવ રહેવાની સંભાવના છે. જોકે ટ્રમ્પના ટેરિફ ફેક્ટરનું હજુ પણ બજાર પર પ્રભુત્વ છે તેથી રોકાણકારોએ શેરબજારમાં ભારે સાવચેતીથી ટ્રેડ કરવો જોઇએ.

દરમિયાનમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડા અને મેક્સિકો પર લાદવામાં આવેલા ટેરિફ આવતીકાલથી લાગુ પડશે. જોકે આ ટેરિફની ચોક્કસ રકમ નક્કી કરવાની બાકી છે. એશિયન નિર્દેશાંકો સોમવારે વધીને ખુલ્યા હતા અને અમેરિકન નિર્દેશાકો એડવાન્સથયા હતા.

નોંધનીય છે કે પિરામલ એન્ટરપ્રાઇસને જીએસટી દ્વારા રૂ. 1503 કરોડની માંગણા નોટીસ જારી કરવામાં આવે છે, જેમાં ટેક્સ, વ્યાજ અને દંડનો સમાવેશ થાય છે. કંપનીએ એક્સચેંજમાં કરેલા ફાઇલી્ંગ અનુસાર પેનલ્ટી જ રૂ. 83 કરોડની થવા જાય છે.

વધુમાં વિદેશી સંસ્થાકિય રોકાણકારો (એફઆઇઆઇ)એ રૂ. 11,639.02 કરોડની ચોખઅખી વેચવાલી કરી છે. જ્યારે ઘરેલુ સંસ્થાકિય રોકાણકારો (ડીઆઇઆઇ) રૂ. 12,308.63 કરોડની ચોખ્ખી લેવાલી કરી હતી.

ચાર્ટ પ્રમાણે નિફ્ટીનું 21839 સપોર્ટ લેવલ છે, જે ટેકાની સપાટી તૂટે એવી શકયતા ઘણી છે. શનિવારે ૧, માર્ચના ઝેલેન્સકી-ટ્રમ્પ વચ્ચે અમેરિકામાં યોજાયેલી ઉગ્રતાભરી મીટિંગનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થવાથી અત્યારે તો આગમાં ઘી હોમાયું છે.

અત્યારે ઘણી કંપનીઓમાં ફરી વેલ્યુએશન આકર્ષક બન્યું છે, અહીંથી બજાર એટલે કે નિફટી 21111ના લેવલથી નીચે જવાની શકયતા દેખાતી નથી. બજાર 21111 અથવા તો એ પહેલા જ બોટમઆઉટ થવી જોઈએ.

આ પણ વાંચોઃ મહાકુંભ પૂર્ણ થયા પછી પીએમ મોદી તરત જ કેમ સોમનાથ પહોંચ્યા? જાણો કારણ

Back to top button