અમદાવાદમાં પ્રાકૃતિક ખેતી અંગે બે દિવસીય રાષ્ટ્રીય પરિષદ યોજાશે
અમદાવાદ, 21 ફેબ્રુઆરી 2024: ગુજરાત ઇન્સ્ટિટટ્યૂટ ઑફ ડેવલપમેન્ટ રિસર્ચ (GIDR) અમદાવાદ અને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી (GNFSU) હાલોલ દ્વારા ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં આગામી 24 અને 25 ફેબ્રુઆરી, 2024 દરમિયાન ઉદ્યોગ સાહસિકો માટે નવીન તકોનું સર્જન, ખાદ્ય સુરક્ષા હાંસલ કરવી અને ટકાઉ કૃષિ માટે સર્વ સમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે અમદાવાદ ખાતે “નેચરલ ફાર્મિંગ: ક્રીએટિંગ એન્ટરપ્રેન્યોરીઅલ ઓપોરચ્યુનિટીઝ, અચિવિંગ ફૂડ સિક્યોરિટી અને પ્રોમોટિંગ ઇન્ક્લુસિવ ગ્રોથ ફોર સસ્ટેનેબલ એગ્રિકલ્ચર” વિષય અંતગર્ત બે દિવસીય રાષ્ટ્રીય પરિષદ યોજાશે.
જે સંદર્ભે 21 ફેબ્રુઆરીને બુધવારે અમદાવાદના ગોતા ખાતે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ રીસર્ચ (GIDR)ખાતે જીઆઈડીઆરના વાઇસ પ્રેસિડેન્ટ સુનીલ પરીખની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં GIDRના નિયામક પ્રો. ડૉ. નિશા પાંડે અને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી (GNFSU), હાલોલના વાઇસ ચાન્સેલર ડૉ. સી. કે. ટીમ્બડીયા ઉપસ્થિત રહ્યાં હતાં.
જીઆઈડીઆર દ્વારા ડાયરેક્ટર પ્રો. પાંડેની આગેવાની હેઠળ પ્રાકૃતિક ખેતીના ઉદ્દેશ્યને આગળ વધારવા માટે સામાજિક વૈજ્ઞાનિકોના સંસાધન કેન્દ્ર તરીકે વિકસાવવા માટેના પ્રયાસો કરે છે જે રાષ્ટ્રને વિવિધ ટકાઉ વિકાસ લક્ષ્યો હાંસલ કરવામાં મદદ થશે. તેમણે GIDR કેવી રીતે GNFSU અને એન.એલ. મંડીરની સીધી દેખરેખ હેઠળ તેના કેમ્પસમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા પંચસ્તરિય જંગલ મોડલ વિકસાવી રહ્યું છે. આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી અને પર્યાવરણ માટે જાણીતા નરેન્દ્રભાઇ મંદિરે મીડિયાને કોન્ફરન્સ વિશે અને GIDR અને GNFSU રાજ્યમાં પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓના પ્રમોશન ઉપર ભાર મૂક્યો હતો.
અહેવાલ અને વીડિયોઃ વિનોદ મકવાણા
આ પણ વાંચો :આ ત્રણ જિલ્લામાં બિનખેતી માટેની પરવાનગીની 6 હજારથી વધુ અરજીઓ મંજૂર કરાઈ