ગાંધીનગર ખાતે GIDB અને SEBI દ્વારા InvITs/REITs અને મ્યુનિ.ડેબ્ટ સિક્યુ. પર વર્કશોપનું આયોજન
- કાલે તા.7ના એક દિવસીય વર્કશોપ યોજાશે
ગાંધીનગર, 6 ડિસેમ્બર : ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ (GIDB) એ સિક્યુરિટીઝ અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સાથે મળીને 7 ડિસેમ્બર 2024ના રોજ ઓલ્ટરનેટીવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ વર્કશોપનો હેતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (InvITs), રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (REITs), અને મ્યુનિસિપલ ડેબ્ટ સિક્યુરિટીઝ જેવા નવીન આર્થિક સાધનો દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં સ્થિર વૃદ્ધિ લાવવા માટે તેમજ નવી તકો શોધવા માટેનો છે.
આ વર્કશોપમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE), બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE), સિક્યુરિટીઝ ડિપોઝિટરીઝ, મર્ચન્ટ બેન્કર્સ, ક્રેડિટ રેટિંગ એજન્સીઓ, લેન્ડિંગ ઇન્સ્ટિટ્યુશન્સ, લૉ ફર્મ્સ, REIT અને PSU InvITs, પ્રાઈવેટ InvITs, મલ્ટીલેટરલ એજન્સીઓ, આંતરરાષ્ટ્રીય પેન્શન ફંડ્સ, અને ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા મુખ્ય રાજ્યોના સરકારી PSUsના પ્રતિનિધિઓ સહિત વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ વર્કશોપમાં ૧૦૦ થી વધુ પ્રતિનિધિઓ અને ૨૦ થી વધુ વિષય નિષ્ણાતો ચર્ચા કરશે અને પોતાના અનુભવો શેર કરશે.
વર્કશોપમાં કે.રાજરામન, IAS, ચેરમેન, IFSCA અને અશ્વિની ભાટિયા, સિક્યુરિટીઝ અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના Whole-Time Member ઉપસ્થિત રહેનાર છે. આ ઉપરાંત બીજા મહાનુભાવોમાં એસ. અપર્ણા, IAS (નિવૃત્ત), મુખ્ય કાર્યકારી અધિકારી, ગુજરાત સ્ટેટ ઇન્સ્ટીટ્યુશન ફૉર ટ્રાન્સફોર્મેશન (GRIT), એસ.જે.હૈદર, IAS, અધિક મુખ્ય સચિવ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, પ્રમોદ રાવ, કાર્યકારી ડિરેક્ટર, SEBI અને મમતા વર્મા, IAS, મુખ્ય સચિવ, ઉદ્યોગ અને ખાણ વિભાગ પણ વર્કશોપના ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે.
ઓબજેક્ટીવ અને ફોકસ એરીયા
આ સેશન્સ ઓલ્ટરનેટીવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સના મહત્વના પાસાઓ પર કેન્દ્રિત છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે :
- એક્સપીરીયન્સ શેરિંગ : NHAI InvIT (માર્ગો માટે), PGCIL InvIT (વીજપ્રસરણ માટે) અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મ્યુનિસિપલ બોન્ડ જેવા સ્થાપિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ્સ અને મ્યુનિસિપલ ડેબ્ટ સિક્યુરિટીઝના ઇશ્યુઅરોના અનુભવો.
- માર્કેટ વિકાસ : InvIT/REIT માર્કેટમાં મુખ્ય વલણો, જેમાં ખાનગી અને PSU ભાગીદારી સામેલ છે.
- શહેરી વિકાસ ફાઈનાન્સિંગ : શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં InvITs, REITs અને મ્યુનિસિપલ ડેબ્ટ સિક્યુરિટીઝની ભૂમિકા.
- નિયમનકારી આંતરદ્રષ્ટિ : InvITs, REITs અને મ્યુનિસિપલ ડેબ્ટ સિક્યુરિટીઝ માટેના નિયમનકારી માળખાની સમજ.
- ભવિષ્યની તકો : બંદરો, પરિવહન, રસ્તાઓ, પ્રવાસન, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, પાણી પુરવઠા, જળ સંસાધનો અને શહેરી વિકાસમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે નવા એસેટ ક્લાસ, નિયમનકારી અસર અને વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ તકોની શોધખોળ.
આશાસ્પદ પરિણામો
આ વર્કશોપ ઓલ્ટરનેટીવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સિંગમાં ખાનગી અને જાહેર ક્ષેત્રની ભાગીદારી વધારવા માટે ક્રિયાત્મક ઉકેલો શોધવાનું લક્ષ્ય ધરાવે છે. તે ઉદ્યોગના નેતાઓ અને હિતધારકો માટે આર્થિક સાધનોના ઉપયોગ દ્વારા મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે ફંડ મેળવવામાં પડકારો અને તકો પર ચર્ચા કરવાની તક પૂરી પાડશે.
આ ઇવેન્ટ ગુજરાત રાજ્ય સરકારની ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સિંગમાં ઇનોવેટીવ આઇડીયા લાવવાની કટિબદ્ધતા અને ભારતની વધતી જતી ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતોને ટેકો આપવા માટે મજબૂત આર્થિક મિકેનિઝમ સક્ષમ બનાવવા માટેની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરે છે.
આ પણ વાંચો :- બેંક છેતરપિંડીના કેસમાં સિલ્વસાની દેના બેંકના તત્કાલીન બ્રાન્ચ મેનેજરને 3 વર્ષની સખત કેદની સજા