ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અબ્દુલ્લા પરિવારે મોદી સાથે સિક્રેટ મીટિંગ કરી હોવાનો ગુલામ નબીનો ઘટસ્ફોટ

Text To Speech

શ્રીનગર (જમ્મુ-કાશ્મીર), 19 ફેબ્રુઆરી: કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા ગુલામ નબી આઝાદે જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય મંત્રીઓ ઓમર અબ્દુલ્લા અને ફારૂક અબ્દુલ્લા પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે અબ્દુલ્લા પરિવાર પર તપાસ ટાળવા માટે પીએમ મોદી સાથે સિક્રેટ મીટિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કરતાં કહ્યું કે, અબ્દુલ્લા પરિવાર જાહેર તપાસથી બચવા માટે રાત્રે પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે ગુપ્ત બેઠકો કરે છે.

પિતા-પુત્રની જોડી પર ડબલ ગેમ રમવાનો આરોપ લગાવ્યો

અબ્દુલ્લા પરિવાર નિશાન સાધતાં ગુલામ નબી આઝાદે કહ્યું કે, અબ્દુલ્લા શ્રીનગરમાં કંઈક અલગ, જમ્મુમાં કંઈક અને દિલ્હીમાં કંઈક બીજું કહે છે. ગુલામ નબીએ અબ્દુલ્લા પર પોતાના વલણમાં અસ્પષ્ટતાના આક્ષેપો કર્યા હતા. પિતા-પુત્રની જોડી પર ડબલ ગેમ રમવાનો આરોપ લગાવતા ગુલામ નબી આઝાદે દાવો કર્યો હતો કે નેશનલ કોન્ફરન્સ પાર્ટીનું નેતૃત્વ કરી રહેલા અબ્દુલ્લા પરિવારે 2014માં ભાજપ સાથે ગઠબંધન કરવાનો પ્રયાસ કર્યો હતો. આઝાદે કહ્યું, ફારુકે ટીવી ઈન્ટરવ્યુમાં જે કહ્યું તે જીભ લપસી ન હતી. ફારુક અને ઓમર સરકાર તેમજ વિપક્ષ બંનેને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આઝાદે કલમ 370ના વિવાદાસ્પદ નાબૂદી પહેલા 3 ઓગસ્ટ, 2019ના રોજ અબ્દુલ્લા અને પીએમ મોદી વચ્ચેની કથિત મુલાકાત વિશે પણ ઘટસ્ફોટ કર્યો છે.

આ ઉપરાંત, ગુલામ નબી આઝાદે મોટા ખુલાસાઓ કર્યા હતા. બંને પાર્ટી નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટિક એ જમ્મુ-કાશ્મીરમાં ભાજપ સાથે સરકાર રચવાની પણ વાત કરી હતી. એટલું જ નહીં, તેમણે કહ્યું કે, કલમ 370 હટાવવાનો નિર્ણય લેતા પહેલા અબ્દુલ્લાને વિશ્વાસમાં લેવાયા હતા. ખીણના નેતાઓને નજરકેદમાં રાખવાનું પણ સૂચન કરવામાં આવ્યું હતું. ગુલામ નબી આઝાદે કહ્યું, હું અબ્દુલ્લાની જેમ છેતરપિંડી કરતો નથી. હું મારા હિંદુ ભાઈઓને મૂર્ખ બનાવવા માટે મંદિરોમાં નથી જતો અને કટ્ટરપંથી ઈસ્લામવાદીઓને ખુશ કરવા માટે હું મારા દેશનો દુરુપયોગ કરતો નથી.

આ પણ વાંચો: નેશનલ કોન્ફરન્સ લોકસભા ચૂંટણીમાં કોઈ ગઠબંધન નહીં કરે : ફારૂક અબ્દુલ્લાની જાહેરાત

Back to top button