ઘોર કલયુગ: બિયરની 6 બોટલ, 83 હજાર રોકડા માટે 2 મહિનાના પુત્રનો સોદો, જાણો હૈયું હચમચાવી દેતી ઘટના
અમેરિકા, 30 સપ્ટેમ્બર, દારૂની લત એક એવી સ્થિતિ છે કે વ્યક્તિને શારીરિક,માનસિક સ્વાસ્થ્ય માટે ઘણી જોખમરૂપ પરિસ્થિતિ હોવા છતાં વ્યક્તિઓને શારીરિક આદતોના લક્ષણો સાથે પીવા માટે ઉતેજિત કરે છે. દારૂનું વ્યસન લોકોને પીવાની આદતોની સમસ્યાઓ તરફ લઈ જ્યાં છે. દારૂ અને જુગારના નકારાત્મક પરિણામો ઘણા સ્વરૂપોમાં આવે છે, જે માત્ર જુગારી જ નહીં પરંતુ તેમના પરિવાર અને મિત્રોને પણ અસર કરે છે. તેવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક નાઈટક્લબમાં લોકોની ભીડ વચ્ચે એક કપલે બિયર અને રોકડના બદલામાં પોતાના બે મહિનાના પુત્રને વેચવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બંનેની વાત શાંતિથી સાંભળી રહેલા એક વ્યક્તિએ મેનેજરની ઓફિસના ફોનનો ઉપયોગ કરીને પોલીસને જાણ કરી હતી. હવે કોર્ટ આ કપલને તેમના કૃત્ય બદલ સજા કરશે.
માતા-પિતા જ તેમના બાળકના જીવના દુશ્મન બની જાય ત્યારે આપણે શું કહીશું? ચાલતા શીખવા માટે જે હાથ બાળકોની આંગળીઓને પકડી રાખે છે તે જ હાથ તેમને નષ્ટ કરવા પર તણાઈ જાય તો શું થશે? માતા-પિતાને લજ્જામાં મૂકતો કિસ્સો સામે આવ્યો છે. જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. આ એક એવા જ માતા-પિતાની કહાની છે, જેમણે પોતાના કૃત્યથી આ સંબંધને શરમમાં મૂકી દીધો છે. અમેરિકામાં એક નાઈટક્લબમાં લોકોની ભીડ વચ્ચે આ કપલે 6 બોટલ બિયર અને 83 હજાર રૂપિયાના બદલામાં પોતાના બે મહિનાના પુત્રને વેચવાનો પ્રયાસ કર્યો. બંનેની વાત શાંતિથી સાંભળી રહેલા એક વ્યક્તિએ મેનેજરની ઓફિસના ફોનનો ઉપયોગ કરીને પોલીસને જાણ કરી હતી. હવે કોર્ટ આ કપલને તેમના કૃત્ય બદલ સજા કરશે.
આ વ્યક્તિએ તરત જ મેનેજરના લેન્ડલાઈન ફોનનો ઉપયોગ કરીને પોલીસને જાણ કરી અને થોડા સમય પછી બાળક વેચવાનો પ્રયાસ કરી રહેલા દંપતીની ધરપકડ કરવામાં આવી. જોકે, વાર્તા માત્ર આના જેવી નહોતી. જ્યારે પોલીસે વિડિયો ફૂટેજની તપાસ કરી તો જાણવા મળ્યું કે આ દંપતીએ થોડી ક્ષણો પહેલાં જ એક રાત માટે તેમના બાળકનો વેપાર અન્ય પુરુષને કર્યો હતો.
શું હતું વિડિયોમાં ?
વીડિયોમાં સંભળાયેલી વાતચીત મુજબ, દંપતીએ બિયરની 6 બોટલના બદલામાં તેમના બાળકને રાત માટે એક માણસને સોંપવાની મંજૂરી આપી હતી. બાદમાં બાળકનો અન્ય વ્યક્તિ સાથે 1 હજાર ડોલરમાં વેપાર કરવાનો પ્રયાસ થયો હતો. જોકે, આ કલયુગી માતા-પિતા પોતાના પ્લાનમાં સફળ થાય તે પહેલા જ પોલીસે તેમને હાથકડી લગાવી દીધી હતી.
ડીલ પેપર પર સહી કરી હતી
આ કેસ એરિઝોના, યુએસનો છે, જ્યાં 21 વર્ષીય ડેરિયન અર્બન અને તેની 20 વર્ષીય પત્ની શાલિન એહલર્સ સામે સુનાવણી થશે. બંનેએ બાળક વેચવા માટે ડીલ પેપર પર સહી પણ કરી લીધી હતી. સોદામાં લખ્યું હતું, ‘અમે, પતિ અને પત્ની, 21 સપ્ટેમ્બર, 2024ના રોજ અમારા બાળકને કોડી નેથેનિયલ માર્ટિનને $1,000માં સોંપવા માટે સહી કરી રહ્યાં છીએ. આ દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા પછી, અમારામાંથી કોઈ પણ અમારું વિચાર બદલી શકશે નહીં અને અમે ક્યારેય બાળકનો સંપર્ક કરીશું નહીં. અગાઉના સોદામાં, રિકી ક્રોફોર્ડ નામના વ્યક્તિએ તે બંનેને તેના બાળકને રાત માટે પોતાની પાસે રાખવા કહ્યું હતું. બદલામાં તેને 6 બિયર ઓફર કરી. પતિ-પત્ની સંમત થયા અને તેમનું બાળક તેમને સોંપ્યું. પોલીસે આ દંપતી સામે બાળકના જીવને જોખમમાં મૂકવા, બેદરકારી અને બાળકને વેચવા સહિતના અનેક ગંભીર આરોપો હેઠળ કેસ નોંધ્યો છે.
આ પણ વાંચો … છૂટાછેડા માટે આવેલા યુગલને જજે ખુશ કરીને પરત કર્યાઃ જાણો કેટલા કેસ સુધાર્યા?