ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

સાવધાન: ટ્રેંડના નામે કોઈ પણ ફોટો Ghibli પર શેર ન કરતા, બરાબરના ફસાઈ જશો, જાણો શું કહે છે એક્સપર્ટ

Ghibli-style image: તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઘિબલી (Ghibli) સ્ટાઈલમાં AI-જનરેટેડ તસવીરો બનાવવી અને તેને શેર કરવાનું ચલણ ખૂબ જ વધી રહ્યું છે. નેતા, કલાકારો અને સામાન્ય લોકો પોતાના અને પરિવારની એઆઈ નિર્મિત તસવીરો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર જેવા પ્લેટોર્મ પર પોસ્ટ કરી રહ્યા છે. આ ટ્રેંડ નિશ્ચિતપણે આકર્ષક લાગે છે, પણ તેની સાથે અમુક ખતરા પણ જોડાયેલા છે. શું તમે વિચાર્યું છે કે આ તસવીરોનો ડેટા ક્યા જઈ રહ્યો છે અને શું તે સુરક્ષિત છે? આવો સાયબર સુરક્ષા નિષ્ણાંત મૃત્યુંજય સિંહ પાસેથી સમજીએ શું Ghibli-Style ઈમેજ ક્રિએટ કરવું સુરક્ષિત છે?

મૃત્યુંજય સિંહે જણાવ્યું કે, થોડા વર્ષ પહેલા Clearview AI નામની કંપની પર આરોપ હતો કે તેણે મંજૂરી વિના સોશિયલ મીડિયા અને ન્યૂઝ વેબસાઈટથી ત્રણ અરબથી વધારે તસવીરો ચોરી લીધી અને આ ડેટાને પોલીસ અને ખાનગી કંપનીઓને વેચી દીધી હતી. આવી જ રીતે મે 2024માં Outabox નામની ઓસ્ટ્રેલિયન કંપનીનો ડેટા લીક થયો હતો, જેમાં લાખો લોકોના ફેશિયલ સ્કેન, ડ્રાઈવિંગ લાઈસન્સ અને સરનામા જાહેર થઈ ગયા હતા, જેમાં સામે આવ્યું કે, ચોરી અને સાયબર ફ્રોડ જેવી ઘટનાઓ વધી ગઈ.

શું બીજું કોઈ તમારા ફોટામાંથી પૈસા કમાઈ રહ્યું છે?

જો તમને લાગે છે કે AI-જનરેટેડ ફોટા ફક્ત મનોરંજનનું સાધન છે, તો તમારે ફરીથી વિચારવાની જરૂર છે. સ્ટેટિસ્ટાના એક અહેવાલ મુજબ, ચહેરાની ઓળખ ટેકનોલોજીનું બજાર 2025 સુધીમાં $5.73 બિલિયન અને 2031 સુધીમાં $14.55 બિલિયન સુધી પહોંચી શકે છે. મેટા (ફેસબુક) અને ગૂગલ જેવી મોટી ટેક કંપનીઓએ અગાઉ તેમના AI મોડેલોને તાલીમ આપવા માટે યુઝર્સના ફોટાનો ઉપયોગ કરવાના આરોપોનો સામનો કરવો પડ્યો છે. વધુમાં, PimEyes જેવી વેબસાઇટ્સ કોઈપણ ફોટો અપલોડ કરીને વ્યક્તિની સમગ્ર ડિજિટલ હાજરીને ટ્રેક કરી શકે છે, જેનાથી પીછો, બ્લેકમેઇલિંગ અને અન્ય સાયબર ગુનાઓની શક્યતા વધી શકે છે.

સલામતી માટે કયા પગલાં લેવા જોઈએ?

મૃત્યુંજય સિંહ કહે છે કે AI આપણા જીવનને સરળ બનાવી શકે છે, પરંતુ તે તેની સાથે ગંભીર જોખમો પણ લાવી શકે છે. ડેટા લીક, ઓળખ ચોરી અને સાયબર છેતરપિંડીથી બચવા માટે, આપણે પોતે જ સતર્ક રહેવું પડશે. પ્રશ્ન એ નથી કે AI આપણા માટે કેટલું ફાયદાકારક છે, પરંતુ પ્રશ્ન એ છે કે આપણે તેનો ઉપયોગ કેટલી સમજદારીપૂર્વક કરી રહ્યા છીએ. આગલી વખતે જ્યારે તમે AI એપ્સ પર તમારો ફોટો અપલોડ કરો છો, ત્યારે વિચારો કે શું તે તમારા માટે ખતરો બની શકે છે.

તમારી ઓળખ સુરક્ષિત રાખવા માટે કેટલીક ટિપ્સ

  • AI એપ્સ પર તમારા ફોટા અપલોડ કરવાનું ટાળો.
  • સોશિયલ મીડિયા પર હાઇ-રિઝોલ્યુશન ફોટા શેર કરશો નહીં.
  • ફેસ અનલોકને બદલે મજબૂત પાસવર્ડ અથવા પિનનો ઉપયોગ કરો.
  • અજાણી એપ્સને કેમેરા એક્સેસ આપવાનું ટાળો.
  • સરકાર અને ટેક કંપનીઓને AI અને ચહેરાની ઓળખના દુરુપયોગ સામે કડક કાયદા બનાવવાની માંગ કરો.

સાયબર નિષ્ણાતો કહે છે કે આપણે હવે ડિજિટલ સુરક્ષાને પ્રાથમિકતા આપવાની અને AI ના ઉપયોગમાં સાવધાની રાખવાની જરૂર છે. અહીં ઉલ્લેખનિય છે કે, મૃત્યુંજય યુપી સ્ટાર્ટઅપ હેઠળ વારાણસીના ‘અટલ ઇન્ક્યુબેશન સેન્ટર’ ખાતે સાયબર સુરક્ષા સ્ટાર્ટઅપ પર કામ કરી રહ્યો છે.

આ પણ વાંચો: ધોનીના વળતાં પાણી: 9માં નંબરેથી 7માં નંબરે આવ્યા છતાં મેચ જીતાડી શક્યા નહીં, માહીનો ચાર્મ ફિક્કો પડ્યો

Back to top button