ઘી શરીર માટે ખૂબજ ફાયદા કારક છે પરંતુ, તેવું સેવન કોણે ન કરવું જોઈએ.
અમદાવાદ, 13 માર્ચ : ઘીનું સેવન ત્વચા, વાળ અને હાડકાં માટે ફાયદાકારક છે, પરંતુ તે ઘણાના સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. તેમાં ચરબી અને કોલેસ્ટ્રોલની માત્રાને કારણે તે હૃદયના સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.
દરેક ઘરના રસોડામાં ઘી સરળતાથી મળી રહે છે. રોટલી, પરાઠાથી લઈને લાડુ, ખીચડી, દરેક વસ્તુ ઉપર આપણે ઘી નાખીએ છીએ. ઘીમાં વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચા, વાળ અને હાડકાં માટે ફાયદાકારક છે. ઘીમાં વિટામિન A, D, E અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે, જે શરીરને ઉર્જા આપવાની સાથે શારીરિક સંતુલન જાળવવામાં પણ મદદ કરે છે.
ઘીના ગેરફાયદા
ઘી માત્ર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી, પરંતુ તેના અનેક ગેરફાયદા પણ છે. ઘીમાં ચરબી અને કોલેસ્ટ્રોલ વધુ હોવાને કારણે તે હૃદય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ સિવાય મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન ઘી ખાવાનું ટાળવું જોઈએ. જો ગર્ભાવસ્થા દરમિયાન તમારું વજન ઘણું વધી જાય છે, તો ઘીનું સેવન બિલકુલ ન કરો. સ્વસ્થ રહેવા માટે આપણે દિવસમાં ઓછામાં ઓછું 4 થી 5 ચમચી ઘી ખાવું જોઈએ. જો તમે આનાથી વધુ સેવન કરો છો તો બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે.
આ લોકો માટે ઘી ખતરનાક છે
હવામાનમાં બદલાવ આવતાં તાવ, શરદી અને ખાંસી સામાન્ય થઈ ગઈ છે. આવી સ્થિતિમાં જો કોઈને તાવ હોય તો તેણે પણ ઘી ખાવાનું ટાળવું જોઈએ. ઘીનું વધુ પડતું સેવન કરવાથી અનેક નુકસાન થાય છે. તબીબોના મતે, જે લોકો હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ, ડાયાબિટીસ, સ્થૂળતા અથવા અન્ય સમસ્યાઓથી પ્રભાવિત હોય તેમના માટે ઘીનું સેવન ખતરનાક સાબિત થઈ શકે છે.
સ્વાસ્થ્ય માટે હાનિકારક
આ સિવાય ઘીમાં લિપિડ અને કોલેસ્ટ્રોલની માત્રા વધુ હોય છે, જે કોઈપણ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. માહિતી અનુસાર, એક ચમચી ઘીમાં 8 ગ્રામ ફેટ અને 33 ગ્રામ કોલેસ્ટ્રોલ હોય છે. વધુ માત્રામાં ઘીનું સેવન કરવાથી હાર્ટ એટેક, હૃદયરોગ, વજન વધવું, ડાયાબિટીસ, પાચનક્રિયા, કેન્સર વગેરે જેવી બીમારીઓ થઈ શકે છે. વધુ પડતા ઘીનું સેવન ટાળો અને તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખો.
આ પણ વાંચો : કઇ પોઝિશનમાં સૂવાથી આવે છે સારી ઊંઘ, જાણો સ્લીપિંગ પેટર્ન સાથે જોડાયેલી દરેક વાત