ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતના આ શહેરમાં ઘી ખરીદનારા સાવધાન, નકલી ઘીનો જથ્થો ઝડપાયો

Text To Speech
  • ભેળસેળયુક્ત ઘી વેચતા વેપારીઓ દુકાનો બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા
  • દરોડા પાડીને રૂપિયા 14 લાખનું શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો
  • કડીના જીઆઈડીસીમાં 5 જેટલા ગોડાઉનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એલસીબીના દરોડા

ગુજરાતમાં તહેવારોની સિઝન શરૂ થઇ ગઇ છે .જેમાં લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા છે. ત્યારે પાટણ શહેરમાં ઘી ખરીદનારા સાવધાન થઇ જજો. કારણ કે નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે. જેમાં ઘી બનાવવાનો સામાન જપ્ત કરાયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાકમાં આ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના

દરોડા પાડીને રૂપિયા 14 લાખનું શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો

રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડીને દંડ ફટકારવામાં આવે છે. જેમાં પાટણમાં ઘી બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને રૂપિયા 14 લાખનું શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. આ શંકાસ્પદ ઘીની તપાસ માટે 11 નમૂના લેવામાં આવ્યા છે. જો કે, આ ભેળસેળયુક્ત ઘી વેચતા વેપારીઓ દુકાનો બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ ઉપરાંત કડીમાં પણ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે.

જાણો શું છે સમગ્ર માહિતી

પાટણ ઘી બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઘીનું વેચાણ કરતા નીતિન ભાઈલાલ ઘી વાળાને ત્યા દરોડા પાડ્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે દુકાનમાંથી વિવિધ બ્રાન્ડના ઘીના 11 સેમ્પલ લઇ 14 લાખનો ઘીનો શંકાસ્પદ જથ્થો સીઝ કરી સેમ્પલ પુથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે. ફૂડ વિભાગની તપાસના પગલે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આ ભેળસેળયુક્ત ઘી વેચતા વેપારીઓ દુકાનો બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

કડીના જીઆઈડીસીમાં 5 જેટલા ગોડાઉનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એલસીબીના દરોડા

કડીના જીઆઈડીસીમાં 5 જેટલા ગોડાઉનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એલસીબીની ટીમે દરોડા પાડીને નકલી ઘીનો કારોબાર ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ પામઓઇલ, ફોરેન ફેટ મિક્ષ કરીને નકલી ઘી બનાવવામાં આવતું હતું. પોલીસે 297 કિલો લુઝ ઘી,4979 કિલો લુઝ પામઓઈલ, 8036 કિલો રિફાઇન પામઓઈલ અને 5798 કિલો ફોરેન ફેટનો જથ્થો સ્થળ પર સિઝ કરીને વધુ તપાલ હાથી ધરી છે.

Back to top button