ટ્રેન્ડિંગનેશનલમહાકુંભ 2025

મહાકુંભની ભીડથી બચવાનો લોકોએ નવો જુગાડ શોધી લીધો, સોસાયટીના સ્વીમિંગ પૂલમાં સંગમનું પાણી નાખી સ્નાન કર્યું

Text To Speech

ગાજિયાબાદ, 17 ફેબ્રુઆરી 2025: સ્વીમિંગ પૂલનો ફાયદો કેવી રીતે ઉઠાવી શકાય તેનો અચરજ પમાડે તેવા દાખલો જોવા મળ્યો છે. તાજેતરમાં પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં શ્રદ્દાળુઓની ભારે ભીડ જોવા મળે છે. તેને જોતા ગાજિયાબાદની એક સોસાયટીએ સ્વીમિંગ પૂલમાં લોકોએ માઘ પૂર્ણિમાં પર અમૃત સ્નાન કર્યું હતું.

ગાજિયાબાદના સાહિબાબાદમાં આવેલ જયપુરિયા સનરાઓઈઝ ગ્રીન્સ સોસાયટીના લોકોએ સ્વીમિંગ પૂલમાં ત્રિવેણ સંગમમાં જળ નાખીને અમૃત સ્નાન કર્યું. સોસાયટીના રહેવાસીઓએ જણાવ્યું કે હાલમાં પ્રયાગરાજમાં મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ થઈ રહી છે.

ત્યારે આવા સમયે લોકો ભીડને મહાકુંભના મેળામાં જઈ શકતા નથી. તેમના માટે સોસાયટીના સ્વીમિંગ પૂલમાં જ અમૃત સ્નાન કરવા માટે ત્રિવેણી સંગમનું જળ અને માટી લાવીને ભેળવી દીધું અને અમૃત સ્નાન કરાવ્યું હતું.

સોસાયટીના સ્વીમિંગ પૂલમાં અમૃત સ્નાન કરતા પહેલા પંડિતને બોલાવીને મહાકુંભની જેમ જ મંત્ર ઉચ્ચારણ કરાવ્યા હતા. ત્યાર બાદ સોસાયટીમાં રહેતા તમામ લોકોએ અમૃત સ્નાન કર્યું હતું. અમૃત સ્નાન કર્યા બાદ લોકોએ દાન પુણ્ય પણ કર્યું હતું.

આ પણ વાંચો: દિલ્હી-એનસીઆર બાદ હવે બિહારમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 4.0ની તિવ્રતા

Back to top button