ટ્રેન્ડિંગનેશનલ

ગાઝિયાબાદનું નામ બદલવાનો પ્રસ્તાવ મહાનગરપાલિકામાં પાસ, CMને મોકલાશે ત્રણ નામ

  • CM યોગીને ત્રણ નામ જેવા કે ગજપ્રસ્થ, દૂધેશ્વરનાથ નગર અને હરનંદીપુરમ મોકલાશે
  • નામ બદલવા માટે મુખ્યમંત્રી બાદ કેન્દ્ર સરકારની મંજૂરીની પણ પડશે જરૂર

ઉત્તર પ્રદેશ, 10 જાન્યુઆરી : ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ અને અલ્હાબાદ જેવા શહેરોના નામ બદલવામાં આવ્યા છે તેમજ મેરઠ, હાપુડ અને આઝમગઢ સહિતના બીજા અનેક શહેરોના નામ બદલવાની માંગ ઉઠી છે. આ દરમિયાન, ગાઝિયાબાદનું નામ બદલવાનો પ્રસ્તાવ મહાનગરપાલિકામાં પસાર કરવામાં આવ્યો છે. ગાઝિયાબાદ માટે ત્રણ નામના વિકલ્પો પસંદ કરવામાં આવ્યા છે આ ત્રણ નામો જેવા કે ગજપ્રસ્થ, દૂધેશ્વરનાથ નગર અને હરનંદીપુરમને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મોકલવામાં આવશે અને ત્યારબાદ કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જરૂર પડશે. યુપીના મોટા શહેરોમાં ગણાતા ગાઝિયાબાદ જિલ્લાનું નામ બદલવાની માંગ ઘણા સમયથી થઈ રહી છે.

 

પ્રસ્તાવ પાસ થતા ગાઝિયાબાદના મેયરે શું કહ્યું?

ગાઝિયાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર સુનીતા દયાલે મંગળવારે જણાવ્યું હતું કે, “ગાઝિયાબાદનું નામ બદલવાની દરખાસ્ત કાઉન્સિલરોની પૂર્ણ બહુમતી સાથે પસાર કરવામાં આવી હતી. તેનું નવું નામ મુખ્યમંત્રી નક્કી કરશે. શહેરના નામોના વિકલ્પ તરીકે હરનંદી નગર, ગજ પ્રસ્થ અને દૂધેશ્વરનાથ નગર રાખવામાં આવ્યા છે. આ નવા નામો સાથેનો પ્રસ્તાવ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મોકલવામાં આવશે, તેઓ તેના પર નિર્ણય લેશે. જોકે, નામ બદલવા માટે કેન્દ્ર સરકારની મંજૂરીની જરૂર પડશે. ગાઝિયાબાદના લોકો અને હિન્દુ સંગઠનોની માંગને ધ્યાનમાં રાખીને આ નામો સૂચવવામાં આવ્યા છે.”

 

સાહિબાબાદ સીટના ધારાસભ્ય સુનીલ શર્માએ કહ્યું ક, “ ગયા વર્ષે તેમણે યુપી વિધાનસભામાં આ અંગે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં ગાઝિયાબાદનું નામ બદલીને ગજપ્રસ્થ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું.”

દૂધેશ્વરનાથ મંદિરના પૂજારીએ શું કહ્યું?

આ દરમિયાન, દૂધેશ્વરનાથ મંદિરના મુખ્ય પૂજારી મહંત નારાયણ ગિરીએ મીડીયા હાઉસને જણાવ્યું હતું કે તેમણે ગયા વર્ષે મુખ્ય પ્રધાનને ત્રણ નામ સૂચવ્યા હતા. ગિરીના જણાવ્યા મુજબ, આ નામો મહાભારત સાથે સંબંધિત છે કારણ કે વર્તમાન ગાઝિયાબાદ હસ્તિનાપુરનો એક ભાગ હતો.” તેમણે કહ્યું કે, આ વિસ્તાર એક ગાઢ જંગલ હતો જેમાં હાથીઓ રહેતા હતા, જેને હિન્દીમાં ‘ગજ’ કહેવામાં આવે છે. તેથી જ ગાઝિયાબાદને ગજપ્રસ્થ કહેવામાં આવતું હતું. તેમણે દાવો કર્યો હતો કે, મુગલ સમ્રાટ અકબરના નજીકના સહયોગી ગાઝીઉદ્દીને નામ બદલીને ગાઝિયાબાદ કરી દીધું હતું.

આ પણ જુઓ :ભગવાન રામ માટે ભક્ત સોનાની ચરણપાદુકા લઈને 7,200 કિમીની પદયાત્રા પર નીકળ્યા

Back to top button