ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગાઝિયાબાદ: ત્રણ માળના મકાનમાં ભીષણ આગ લાગી, એક મહિલા સહિત ત્રણ બાળકોના મૃત્યુ

Text To Speech

ગાઝિયાબાદ, 19 જાન્યુઆરી 2025: લોની કોતવાલી વિસ્તારની કંચન પાર્ક કોલોનીમાં ત્રણ માળના મકાનમાં આગ લાગી ગઈ હતી. આગ લાગતા ત્રીજા માળે રહેલી મહિલા, ત્રણ બાળકો અને ચાર અન્ય લોકો તેની ચપેટમાં આવી ગયા હતા.

સૂચના મળતા ફાયર વિભાગના કર્મચારીઓ દીવાલ તોડીને ગંભીર રીતે ઘાયલ ત્રણ બાળકો અને મહિલાને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યારે ડોક્ટર્સે ચારેયને મૃત જાહેર કર્યા હતા. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

આખા ત્રણ માળના મકાનમાં આગ લાગી ગઈ

રવિવારે સવારે લગભગ સાત વાગ્યે લોની પોલીસને કંચન પાર્ક ચોકી વિસ્તારના રહેણાંસ એરિયામાં આવેલા એક ત્રણ માળના મકાનમાં આગ લાગવાની સૂચના મળી હતી. સૂચના મળતા તાત્કાલિક લોની પોલીસ તથા ફાયર સ્ટેશન લોનીના ફાયર કર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયરના કર્મચારીઓએ જોયુ તો આગ આખા ત્રણ માળના મકાનમાં ફેલાઈ ગઈ હતી. ત્યાર બાદ તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો.

દીવાલ તોડીને આઠ લોકોને બહાર કાઢ્યા

મુખ્ય અગ્નિશમન અધિકારી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લગભગ 500 મીટર હોજ પાઈપ પાથરીને આગ ઠારવાનું કામ શરુ કર્યું. આજુબાજુના મકાનથી ત્રણ માળની બિલ્ડિંગની છત પર પહોંચી દીવાલ તોડી 8 લોકોને બહાર કાઢ્યા છે.

આ પણ વાંચો: આવી ગઈ તારીખ: દિલ્હી ચૂંટણી પછી ભાજપને મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, પાર્ટીમાં જોરદાર તૈયારીઓ શરુ

Back to top button