યુટિલીટી

પાસપોર્ટ મેળવવાનું કામ થયું વધારે સરળ, શું છે mPassport Seva એપ

Text To Speech

પાસપોર્ટની અરજી કરતી વખતે એક મહત્વનો પ્રશ્ન પોલીસ વેરિફિકેશનનો હોય છે. પોલીસ વેરિફિકેશનમાં ઘણી સમસ્યાઓ આવતી હોય છે. તેમાં સમય પણ લાગતો હોય છે. એ કામગીરી ઝડપી થાય એટલા માટે પોલીસ વેરિફિકેશનની અરજી પોસ્ટ દ્વારા પણ કરી શકાશે એવી સુવિધા ઉભી કરાઈ છે.

પોસ્ટ દ્વારા થઈ શકશે વેરીફિકેશનની અરજી

હવે પાસપોર્ટના પોલીસ વેરિફિકેશન માટે પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર પર પણ અરજી કરી શકાશે. અરજી ઓનલાઈન કરી શકાશે. પાસપોર્ટ મેળવતી વખતે જોઈતા ઘણા-ખરા દસ્તાવેજો આપણી પાસે હોય છે. પરંતુ પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ એવો દસ્તાવેજ છે જે આપણા હાથમાં નથી.

આ પણ વાંચો: ટ્રેન ક્યાં પહોંચી એ કેમ ખબર પડે? આ રીતે કરો ટ્રેનને ટ્રેક

mPassport Seva એપ તમારું કામ સરળ કરશે

એ દસ્તાવેજ સરળતાથી મળે એટલા માટે વિદેશ મંત્રાલયે આ સુવિધા ઉભી કરી છે. આ અંગેની વધુ વિગત mPassport Seva એપ દ્વારા પણ મેળવી શકાય છે. પાસપોર્ટ માટે સરકારે લોન્ચ કરેલી આ ઓફિશિયલ એપ છે.

Back to top button