ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરત :પરિવારે અંધશ્રદ્વામાં દીકરો ગુમાવ્યો, બિમાર દિકરાને હોસ્પિટલ લઈ જવાને બદલે ભૂવા પાસે લઈ ગયા

Text To Speech

સુરતના ઉધના વિસ્તારમાં એક પરિવારની અંધશ્રદ્વાએ બાળકનો જીવ લીધો હોવાનું સામે આવ્યું છે. જેમાં મૂળ વલસાડના અને સુરતના ઉધના વિસ્તારમાં આવેલા પટેલનગરમાં રાજુ રાઠોડના ફક્ત 7 મહિનાના બાળકે પેટના દુખાવા બાદ અંતિમ શ્વાસ લીધા હતા. બાળકને પેટમાં દુખાવો થતા પરિવાર બાળકને હોસ્પિટલ લઈ જવાને બદલે ભૂવા પાસે લઈ ગયા હતા. જે બાદ બે દિવસ પછી બાળકની તબિયત વધુ ખરાબ થતા પરિવાર તેને હોસ્પિટલ ખાતે લઈ જઈ રહ્યા હતા. જ્યાં રસ્તામાં જ બાળકે અંતિમ શ્વાસ લીધા હતા.

માતા-પિતાની બેદરકારીએ પરિવારના નાના દિકરાએ જીવ ગુમાવ્યો

પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ વલસાડના અને સુરતના ઉધના વિસ્તારમાં આવેલા પટેલનગરમાં રાજુ રાઠોડ પરિવાર સાથે રહે છે. સંચા ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મૃતક દીકરા ઉપરાંત તેના પરિવારમાં પિતા, પત્ની અને બે દીકરી પણ છે ત્યારે સૌથી નાનો અને એકનો એક દીકરો આદિ 7 મહિનાની ઉંમરે જ અવસાન પામતાં આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને ક્યાંક ને ક્યાંક પોતાને કોસી પણ રહ્યો છે કે, જો તેને યોગ્ય સમયે દવાખાને લઈ ગયા હોત તો આજે તેમનું બાળક જીવિત હોત. આદિના જન્મ બાદથી તેનું સ્વાસ્થ્ય એકદમ સારું હતું.

દવાખાનમાં લઈ જતા રસ્તામાં જ મોત

આ અંગે બાળકના પિતા જણાવે છે કે, હું બોબીનનું કામ કરું છું. એટલે હું કારખાનામાં હતો. બાળક બિમાર હતો. તેને પેટમાં દુખતું હતું. બાળક 2 દિવસથી બિમાર હતો અને આવું બન્યું હતું. અમે એને સિવિલ દવાખાનામાં લઈ ગયા. ત્યાં રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું.

ભૂવાએ ત્રીજા દિવસે લીંબુ લઈને બોલાવ્યા હતા

બાળકની માતા જણાવે છે કે, બાળકને પેટમાં દુખતું હતું. તેને વાવડીમાં થઈ હતી. બટેકા ખાઈએ તો વાવડી થાય છે. અમારા ત્યાં તેને વાવડી કહે છે. જેથી તેને રામચોક વિસ્તારમાં એક ભુવા પાસે તપાવા લઈ ગયા હતા. બે દિવસથી તેને ત્યાં લઈ જઈ રહ્યા હતા. ત્રીજા દિવસે લીંબું લઈને આવવાનું કહ્યું હતું. પણ મારા છોકરાને આવું થઈ ગયું. મારો બાળક બહારનું દૂધ પીતો હોવાથી તેને વાવડી થઈ હતી. તેની તબિયત ખરાબ થતા તેને 108માં લઈ જઈ રહ્યા હતા. જ્યાં રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું.

 આ પણ વાંચો : પાકિસ્તાનની સરહદ પાર કરી ભારત આવેલી સીમા હૈદરે રાષ્ટ્રપતિ મુર્મુ પાસે લગાવી મદદની ગુહાર 

Back to top button