ગુજરાતટોપ ન્યૂઝ

તોફાની વરસાદના ત્રીજા રાઉન્ડ માટે તૈયાર રહો! અંબાલાલ પટેલની ફરી મોટી આગાહી

Text To Speech

રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ બરાબર જામ્યો છે. હજુ વરસાદનો બીજો રાઉન્ડ પુરો થયો નથી વરસાદના ત્રીજા રાઉન્ડની પણ આગાહી કરી દેવામા આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી 15થી 23 જુલાઈ દરમિયાન વરસાદની સંભાવના છે. આ દરમિયાન રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે.

આ તારીખથી શરુ થશે વરસાદનો ત્રીજો રાઉન્ડ

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 15મી જુલાઈથી 23મી જુલાઈ દરમિયાન અનેક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે.આ ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન નિષ્ણાંતે વ્યક્ત કરી છે. આ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે.

ત્રીજા રાઉન્ડમાં ભારે વરસાદ ખાબકશે

જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી છે. 14 જુલાઈએ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થચા ભારે વરસાદની શક્યતા રહેલી છે. ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે જ્યારે કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામા આવી છે. આ સિવાય અંબાાલલ પટેલે બનાસકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ પડશે અને નદીઓમાં પૂર આવશે તેમ જણાવ્યું હતું. આ સાથે નર્મદા, તાપી, રુપેણ નદીમાં પણ પૂર આવી શકે છે.

જાણો હવે ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, હવામાન વિભાગે આપી માહિતી

આ વિસ્તારોમાં ભુક્કા બોલાવશે મેઘરાજા

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 14 જુલાઈએ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે.અને 20 જુલાઈની વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે.20 જુલાઈથી 25 જુલાઈ સુધી વરસાદ આવવાની શક્યતા છે. જ્યારે 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને કચ્છ, બનાસકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ મહેસાણામાં ભારે વરસાદ પડશે.તેમજ મધ્ય ગુજરાતના કેટલાક ભાગો વરસાદથી તરબોળ થશે. અને પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ પડશે.

આ પણ વાંચો : રાજકોટમાં ઇન્કમટેક્સનું સુપર ઓપરેશન, જાણીતા જ્વેલર્સને ત્યાં દરોડાની કાર્યવાહીથી સોની બજારમાં ખળભળાટ

Back to top button