ટ્રેન્ડિંગવર્લ્ડ

જર્મનીમાં હજારો કબર પર QRકોડવાળા સ્ટિકર ચોટાડયા, રહસ્ય ઉજાગર કરતા પોલીસનો પરસેવો છૂટ્યો

Text To Speech

HD ન્યુઝ ડેસ્ક : અત્યારે જર્મનીના કબ્રસ્તાનમાં વિચિત્ર ઘટનાઓ જોવા મળી રહી છે. મ્યુનિક શહેરમાં અહીં બનેલા ત્રણ કબ્રસ્તાનમાં 1,000 થી વધુ QR કોડવાળા રહસ્યમય સ્ટીકરો લગાવવામાં આવ્યા છે. લોકોમાં એક પ્રશ્ન હતો કે આ સ્ટીકરો કોણ લગાવે છે? ત્યારે આ સ્ટીકરો ક્યારે અને શા માટે લગાવવામાં આવ્યા તે પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. હવે આ સમગ્ર મામલો સામે આવ્યો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

.
કબરો પર QR કોડ
મ્યુનિક શહેરમાં ત્રણ કબ્રસ્તાન અને અંદાજે 1,000 કબરો અને લાકડાના ક્રોસ પર સ્ટીકરો ચોંટાડવામાં આવ્યા છે. આમાં QR કોડ હોય છે. આ કોડના સ્ટીકરો તમામ પ્રકારના પથ્થરો પર ચોંટેલા છે. નવાઈની વાત એ છે કે આ QR કોડ પણ કામ કરી રહ્યો છે. તેને સ્કેન કરવા પર, કબ્રસ્તાનમાં દફનાવવામાં આવેલા લોકોના નામ અને તેમની કબરોનું સ્થાન જાહેર થાય છે.

તમામ પ્રકારની કબરો પર સ્ટીકરો
આ સ્ટીકરો શહેરના સેન્ડલિંગર ફ્રીડહોફ, વોલ્ડફ્રીડહોફ અને ફ્રીડહોફ સોલન કબ્રસ્તાનમાં જોવા મળ્યા છે. આ સ્ટીકરો 5×3.5 સેન્ટિમીટર (1.95×1.2 ઇંચ)ના છે. પોલીસનું કહેવું છે કે આ પ્રકારની પેટર્ન બીજે ક્યાંય જોવા મળી નથી. નવી અને જૂની તમામ પ્રકારની કબરો પર સ્ટીકર લગાવવામાં આવ્યા છે. આમાં તે નવી કબરોનો પણ સમાવેશ થાય છે જેના પર ફક્ત લાકડાનો ક્રોસ સ્થાપિત થયેલ છે.

સ્ટીકરને લઈને પોલીસ ચિંતામાં
તપાસ દરમિયાન મામલો સામે આવ્યો હતો. ઇટાક હોર્ટિકલ્ચર કંપની આની પાછળ હતી. આ કંપની કબરોની સફાઈ અને સમારકામનું કામ કરે છે. તેમના કર્મચારીઓની સુવિધા માટે, તેમણે કબરો પર સ્ટીકરો લગાવ્યા હતા જેથી તેઓ સમજી શકે કે કઈ કબરો સાફ કરવામાં આવી છે અને કઈ હજુ સાફ કરવાની બાકી છે. કંપનીના આલ્ફ્રેડ જેંકરે કહ્યું કે કબરોની મરામત કરવા માટે પથ્થરો કાઢીને પાછા મુકવા પડે છે. આ મુશ્કેલ પ્રક્રિયાને ટાળવા માટે, સ્ટીકરો ઇન્સ્ટોલ કરવામાં આવે છે. પોલીસના જણાવ્યા અનુસાર મોટી સંખ્યામાં સ્ટીકર ચોંટાડવાના કારણે કબ્રસ્તાનમાં અંદાજે 4.5 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

આ પણ વાંચો : ગુજરાતના ૫૧.૪૧ લાખથી વધુ કિસાન પરિવારોને ૧૧૪૮ કરોડ રૂપિયાની સહાય કિસાન સન્માન નિધિ અન્વયે મળી

Back to top button