નેશનલસ્પોર્ટસ

જર્મન ચાન્સેલર દિલ્હીની ગલીઓમાં ચાની ચૂસ્કી લેતા જોવા મળ્યા, બેંગલુરુમાં RCBના ખેલાડીઓને મળ્યા

Text To Speech

ભારતના પ્રવાસે આવેલા જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ રવિવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમ પહોંચ્યા હતા. સ્કોલ્ઝે અહીં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના પુરુષ અને મહિલા ખેલાડીઓ સાથે લગભગ 15 મિનિટ સુધી વાત કરી. ચાન્સેલરે કહ્યું કે જ્યારે રમતની વાત આવે છે ત્યારે ક્રિકેટ એ ભારતનું નંબર વન પેશન છે. તેણે કહ્યું, જર્મનીમાં ક્રિકેટ એટલી લોકપ્રિય નથી. જોકે, 200,000થી વધુ ભારતીયો જર્મનીમાં આ ગેમને લોકપ્રિય બનાવી રહ્યા છે. સ્કોલ્ઝે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) ના અધિકારીઓ પાસેથી રમત અને ભારત માટે ક્રિકેટના મહત્વ વિશે પૂછપરછ કરી. એક અધિકારીએ કહ્યું, “તે એ સમજવા માંગતો હતો કે RCB ટીમનો શહેર માટે શું અર્થ છે.”

દિલ્હીમાં કુલ્લડ પર પીધી ચા

જર્મન ચાન્સેલરે કર્ણાટક જતા પહેલા સવારે દિલ્હીમાં કુલહાડ ચા પીધી. જર્મન એમ્બેસીએ એક નિવેદનમાં કહ્યું, ‘ચાના સ્વાદિષ્ટ કપ વિના તમે ભારતનો અનુભવ કેવી રીતે કરી શકો? અમે ઓલાફ સ્કોલ્ઝને ચાણક્યપુરીમાં અમારા મનપસંદ ટી સ્ટોલ પર લઈ ગયા. તમારે બધાએ જવું જોઈએ! ભારતનો અસલી સ્વાદ.

શનિવારે પીએમને મળ્યા હતા

તમને જણાવી દઈએ કે, સ્કોલ્ઝ ભારતની બે દિવસની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દિલ્હીમાં જર્મન ચાન્સેલર સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી.

આ પણ વાંચો : Breaking News : દારૂ કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાની ધરપકડ, 8 કલાકની પૂછપરછ બાદ કાર્યવાહી

Back to top button