ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

કોઇની નજર ના લાગે! જર્મન રાજદૂતે નવી BMWમાં લટકાવ્યા લીંબુ-મરચાં, જૂઓ વીડિયો

Text To Speech

નવી દિલ્હી, 16 ઑક્ટોબર: જ્યારે આપણે નવી કાર કે ઘર ખરીદીએ છીએ, ત્યારે આપણે સૌ પ્રથમ પૂજા કરીએ છીએ અને નારિયેળ વધેરીએ છીએ. આ સિવાય વાહનને ખરાબ નજરથી બચાવવા માટે લીંબુ અને મરચાં પણ લટકાવવામાં આવે છે. પરંતુ, જ્યારે કોઈ વિદેશી આ પરંપરાને અપનાવતો જોવા મળે છે ત્યારે આશ્ચર્ય થાય છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં રાજદૂત ભારતીય પરંપરાઓ અને માન્યતાઓને અનુસરતા જોવા મળે છે.

જુઓ વીડિયો

જર્મન રાજદૂતનો ભારતીય પરંપરાઓ પ્રત્યે લગાવ

ભારતમાં રહેલા જર્મન એમ્બેસેડર ફિલિપ એકરમેને પોતાની નવી ઇલેક્ટ્રિક લક્ઝરી કાર ખરીદી છે. તેનું સ્વાગત કરતો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તે કારની ઉપરથી સિલ્વર કપડાને હટાવતા જોવા મળે છે, ત્યારબાદ તેમની ચમકતી કાળી કાર દેખાય છે અને ત્યાં હાજર લોકો તાળીઓ વગાડે છે.

રાજદૂત તેની કારને ‘ખરાબ નજર’થી બચાવે છે

આ પછી જર્મન રાજદૂતને કારની ચાવીઓ સોંપવામાં આવી. તેમણે પોતાની કાર પર પોતાના દેશનો ધ્વજ લગાવ્યો. પરંતુ વીડિયોનો સૌથી રસપ્રદ ભાગ ત્યારે આવ્યો જ્યારે તેમણે ભારતીય માન્યતા મુજબ, તેમની કાર પર દોરામાં બાંધેલા લીંબુ-મરચાં લટકાવ્યા, જેથી તેને ખરાબ નજરથી બચાવી શકાય. જેમ ભારતીય લોકો સામાન્ય રીતે કરે છે.

કારની સામે નાળિયેર વધેરવાની વિધિ

પોતાની કારમાં લીંબુ અને મરચા લટકાવ્યા બાદ રાજદૂતે ભારતીય પરંપરાને અનુસરીને કારની આગળ એક નાળિયેર પણ વધેર્યુ હતું. ભારતીય માન્યતા અનુસાર, નારિયેળ પાણીને શુભ માનવામાં આવે છે. આ ધાર્મિક વિધિ ભગવાનના આશીર્વાદ મેળવવાનું પ્રતીક છે.

રાજદૂતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ 

એમ્બેસેડરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. ભારતીય રિવાજોમાં તેમની આસ્થા અને તેમના દ્વારા અનુસરવામાં આવેલી ભાવનાની પ્રશંસા કરવામાં આવી રહી છે.

આ પણ જૂઓ: ‘ટ્રુડો સરકારના આરોપો ખૂબ જ ગંભીર…’ ભારત-કેનેડા વિવાદમાં અમેરિકા પણ કૂદી પડ્યું

Back to top button