મનોરંજન

નાટૂ-નાટૂ ગીત પર જર્મન રાજદૂતે કર્યો ડાન્સ, ઝડપથી થઈ રહ્યો છે વાયરલ

Text To Speech

હાલમાં નાટૂ- નાટૂ ગીતને ઓસ્કર એવોર્ડ મળ્યા પછી દુનિયાભરમાં ચર્ચા થવા લાગી છે. આ વચ્ચે નાટૂ-નાટૂ સોંગ પર ઘણાં લોકો ડાન્સ કરવા માટેનો વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેની વચ્ચે હવે જર્મનીના રાજદૂત ડૉ. ફિલિપ એકમેન આ ગીત પર ડાન્સ કરતાં પોતાને રોકી ન શકયા. જેના ડાન્સનો વીડિયો તેમને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વચ્ચે નાટૂ-નાટૂ સોંગ પર જર્મનીના રાજદૂતનો ડાન્સનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફિલિપ એકરમેન તરફથી જાહેર થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, લોકોની સાથે મળીને નાટૂ-નાટૂ પર જોરદાર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. જેમાં ફિલિપ રિક્ષામાંથી બહાર ઉતરે છે અને દુકાનદારને પૂછી રહ્યા છે કે, શું આ જ છે ભારતમાં વર્લ્ડ ફેમ્સ ? પછી દુકાનદાર તેમને જલેબીની એક ડીશ અને ડંડી આપે છે. જેમાં દક્ષિણ કોરિયાનો ધ્વજ અને નાટુ નાટુ છપાયેલું હોય છે ત્યારબાદ જર્મન રાજદૂત તેની ટીમ સાથે લાલ કિલ્લાની નજીક દેખાય છે અને નાટુ નાટુ ગીત વાગવા લાગે છે. ફિલિપ એકરમેન પોતાની ટીમ સાથે જોરદાર ડાન્સ મૂવ્સ કરતા જોવા મળે છે.

જર્મની રાજદૂત

ફિલિપે દૂતાવાસોને પડકાર ફેંક્યો

આ વીડિયો શેર કરતી વખતે ફિલિપે કેપ્શનમાં લખ્યું જર્મન ડાન્સ નથી કરી શકતા? મેં અને મારી ઈન્ડો-જર્મન ટીમે જૂની દિલ્હીમાં ઓસ્કાર 95માં નાટૂ-નાટૂ ગીતની જીતની ઉજવણી કરી હતી. સંપૂર્ણ નથી, પરંતુ ઠીક છે. એમ્બેસી ચેલેન્જ ખુલ્લી છે, આગળ કોણ છે? તેમણે ભારતમાં કોરિયન દૂતાવાસનો આભાર માન્યો હતો. ફિલિપે અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે રામ ચરણ અને આરઆરઆર ટીમનું સ્વાગત છે.

આ પણ વાંચો : Oscars ઇવેન્ટમાં બેસવા માટે રાજામૌલીથી લઈ રામચરણ જેવા અભિનેતાઓએ ખર્ચયા આટલાં લાખ !

Back to top button