ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત લોકસભા ચૂંટણી મતગણતરીમાં બનાસકાંઠાથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોર આગળ

Text To Speech
  • ગાંધીનગર બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત શાહ આગળ
  • ગુજરાતમાં 25 માંથી 18 બેઠકો પર ભાજપ આગળ
  • સાબરકાંઠામાં ભાજપના શોભના બારૈયા આગળ ચાલી રહ્યાં છે

ગુજરાત લોકસભા ચૂંટણી મતગણતરીમાં બનાસકાંઠાથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોર આગળ ચાલી રહ્યાં છે. ગુજરાતમાં બનાસકાંઠા બેઠક સિવાય ભાજપના તમામ ઉમેદાવારો આગળ છે. જેમાં ગુજરાતમાં 25 માંથી 18 બેઠકો પર ભાજપ આગળ છે. તેમજ સાબરકાંઠામાં ભાજપના શોભના બારૈયા આગળ ચાલી રહ્યાં છે.

આ પણ વાંચો: ગુજરાત: ગાંધીનગરના કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલે હાર સ્વીકારી ?

ગાંધીનગર બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત શાહ આગળ

બનાસકાંઠા બેઠક પર બેલેટ પેપરની મતગણતરીમાં ગેનીબેન ઠાકોર આગળ છે. જ્યારે ગાંધીનગર બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત શાહ આગળ છે. તેમજ થરાદના પૂર્વ ઘારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, રેખાબેનના પતિ હિતેશ ચૌધરી મતગણતરી સેન્ટર પર પહોંચ્યા છે.આજે લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ગત 7મી મેના રોજ લોકસભાની ચૂંટણીના 7માંથી ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. 12 રાજ્યની 94 બેઠક પર મતદાન થયું હતું, તેમાં રાજ્યની 26માંથી 25 બેઠકમાંથી મધ્ય ગુજરાતની 8 બેઠક પર મતદાન યોજાયું હતું. જેમાં મધ્ય ગુજરાતની આઠ બેઠક પર 60.27 ટકા મતદાન થયું હતું.

નવસારી બેઠક પરથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આગળ ચાલી રહ્યા છે

વડોદરા લોકસભા બેઠક પર EVM અને પોસ્ટલ બેલેટની મત ગણતરી એકસાથે શરૂ કરવામાં આવી છે. તેમજ પોસ્ટલ બેલેટની મત ગણતરી માટે અલગ હોલ ફાળવવામાં આવ્યો છે. ત્યારે બેલેટ પેપરની મતગણતરીમાં નવસારી બેઠક પરથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આગળ ચાલી રહ્યા છે.

Back to top button