શેરબજારમાં સામાન્ય તેજી: જાણો સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિ


નવી દિલ્હી, ૧૯ ફેબ્રુઆરી: ૨૦૨૫: આજે ભારતીય શેરબજારમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં 150 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સે 75,787 ના સ્તરેથી તેનું ટ્રેડિંગ શરૂ કર્યું હતું, ત્યારબાદ તે 76,146 ના સ્તરે પહોંચ્યું હતું. સેન્સેક્સ સવારે 10:00 વાગ્યે ટ્રેડ થઈ રહ્યો હતો. તે જ સમયે, જો આપણે નિફ્ટીની વાત કરીએ, તો તેમાં 50 પોઈન્ટથી વધુનો વધારો જોવા મળ્યો. નિફ્ટીએ 22,847 ના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું હતું અને ઉછાળા પછી તે 22,996 ના સ્તરે પહોંચ્યું હતું. નિફ્ટી સવારે 10:00 વાગ્યે ટ્રેડ થઈ રહ્યો હતો.
આજના કારોબાર દરમિયાન, સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૯ શેરોમાં જોરદાર તેજી જોવા મળી, જ્યારે ૧૨ શેરોમાં ઘટાડો જોવા મળ્યો. નિફ્ટી ૫૦ ની વાત કરીએ તો, ૩૩ શેરોમાં ઘટાડો જોવા મળ્યો જ્યારે ૧૭ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. ક્ષેત્રીય સૂચકાંકોમાં, રિયલ્ટી ક્ષેત્રમાં આજે સારો વધારો જોવા મળી રહ્યો છે.
આજે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.54% ના વધારા સાથે વેપાર કરતો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, કોરિયાના કોસ્પીમાં પણ આજે ૧.૯૩% નો મજબૂત વધારો જોવા મળી રહ્યો છે. જોકે, હોંગકોંગના હેંગસેંગમાં આજે 0.50% નો ઘટાડો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો…સોનાના ભાવમાં ફરી મોટો ફેરફાર, જાણો આજનો લેટસ્ટ ભાવ?