અમદાવાદચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ભાજપના રાષ્ટ્રીય સંગઠનના મહામંત્રી બી.એલ.સંતોષ બે દિવસના ગુજરાત પ્રવાસે, સંઘ અને સંગઠન સાથે બેઠક કરશે

Text To Speech

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ રાજકીય પક્ષો દ્વારા શરૂ થઈ ગઈ છે. ભાજપ પોતાના મિશન 150+ને પાર પાડવા અત્યારથી જ એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે ચૂંટણી પહેલા સંગઠન મજબૂત બનાવવા ભાજપના રાષ્ટ્રીય સંગઠનના મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. આ બે દિવસની મુલાકાત દરમિયાન તેઓ અનેક લોકો સાથે બેઠક કરશે.

મહામંત્રી બી.એલ.સંતોષ પહેલાં દિવસે ઝાંઝરકા ખાતે વિવિધ સામાજિક આગેવાનો સાથે બેઠક કરશે. તો બીજા દિવસે પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ ખાતે બેઠક કરશે. મળતી માહિતી મુજબ આ બેઠક દરમિયાન તેઓ વિધાનસભા પ્રમાણે વિસ્તરકોને જવાબદારી સોંપી શકે છે.

Back to top button