ગુજરાતમાં પ્રિસ્ક્રિપ્શનમાં બ્રાન્ડની સાથે જેનેરિક નામ ડોક્ટર માટે ફરજિયાત બનાવો. જેમાં મેડિકલ પ્રેક્ટિશનર્સ મોંઘી દવાની સાથે જેનેરિક પણ સુચવે તે અંગે PIL કરવામાં આવી છે. તેમાં નેશનલ મેડિકલ કાઉન્સિલ સહિતના પક્ષકારને HCની નોટિસ છે. તથા આ કેસની વધુ સુનાવણી 30 જાન્યુઆરીએ હાથ ધરાશે.
આ પણ વાંચો: “દાદા”ના નવા મંત્રી આવ્યા, જુના સાહેબો સરકારી ઘર ખાલી કરો
આ કેસની વધુ સુનાવણી 30 જાન્યુઆરીએ હાથ ધરાશે
રાજ્યમાં મેડિકલ પ્રેક્ટિસનર્સ ( ડોક્ટર) દ્વારા દર્દીઓને મોંઘીદાટ બ્રાંડેડ દવાઓની સાથે જનરિક દવાઓનુ કમ્પોઝિશન પણ લખી આપે તેવી માગ સાથે થયેલી જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટે નેશનલ મેડિકલ કાઉન્સલને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી 30 જાન્યુઆરીએ હાથ ધરાશે. હાઈકોર્ટે પક્ષકારોને સવાલ કરેલો કે તેમને 17-06-2019ના રોજ જવાબ રજૂ કરવા નિર્દેશ આપેલો તો પણ હજુ સુધી જવાબ કેમ આપ્યો નથી ? અરજદારની માગ હતી કે, નેશનલ મેડિકલ કાઉન્સિલ સહિતના સંબંધિત સત્તાધીશો દ્વારા ડોક્ટરોને આ મુદ્દે નિર્દેશ આપતા રુલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવવામાં આવે.
સામાન્ય જનતાને નાણાકીય રીતે લાભ પણ થશે
અરજદારના વકીલની રજૂઆત હતી કે જનરિક દવાઓની સરખામણીએ બ્રાંડેડ દવાઓ બહુ મોંધી હોય છે. બ્રાંડેડ દવામાં જે કમ્પોઝિશન હોય છે, તે જનરિક દવાઓમાં પણ હોય છે. ડોક્ટર જો આ વાતનો ઉલ્લેખ તેના પ્રિસ્ક્રિપ્શનમાં કરશે તો લોકોને દવાઓની પસંદગી કરવાનો એક અવકાશ મળશે અને તેઓ દર્દ માટે જરૂરી દવાઓ જનરિક મેડિસિનમાંથી પણ ખરીદી શકશે. સામાન્ય જનતાને નાણાકીય રીતે લાભ પણ થશે. યુરોપના અનેક દેશોમાં ડોક્ટર્સ તેના પ્રિસ્ક્રિપ્શનમાં તેના દર્દીઓને જનરિક દવાના કમ્પોઝિશનનો જ ઉલ્લેખ કરે છે.
આપણા દેશની તુલના યુરોપ સાથે કરવાનો કોઈ અર્થ નથી
જો કે, ભારતમાં ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં ડોક્ટર્સ દર્દીઓને બ્રાંડેડ દવાઓ જ લખી આપે છે. જેથી, દર્દીઓ પર નાણાકીય ભાર વધે છે. સુનાવણી સમયે હાઈકોર્ટે અરજદારને ટકોર કરેલી કે દેશમાં સારામાં સારી આરોગ્ય સુવિધાઓ મળી રહી છે. ભારત એ યુરોપ નથી. આપણા દેશની તુલના યુરોપ સાથે કરવાનો કોઈ અર્થ નથી.