Happy Birthday Genelia: ‘તુઝે તેરી કસમ’થી ‘તેરે નાલ લવ હો ગયા’ સુધીની સફર


જેનેલિયા ડિસૂઝા આજે 35મો જન્મદિવસ ઉજવી રહી છે. જેનેલિયાનો જન્મ 5 ઓગસ્ટ 1987ના રોજ મુંબઈમાં થયો હતો. તે એક સફળ અભિનેત્રી રહી છે. જેનેલિયાએ 15 વર્ષની ઉંમરે એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. અમિતાભ બચ્ચન સાથે પેનની જાહેરાત કરતી વખતે તે સૌપ્રથમ ચર્ચામાં આવી હતી.

જેનેલિયાની પહેલી ડેબ્યૂ ફિલ્મ ‘તુઝે તેરી કસમ’ છે જે 2003માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે રિતેશ દેશમુખે પણ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ દરમિયાન રિતેશ દેશમુખ જેનેલિયાને પસંદ કરવા લાગ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર જેનેલિયાએ કહ્યું હતું કે તે સમયે રિતેશ વિશે તેના મગજમાં આવું કંઈ નહોતું. તેણીને રિતેશ પસંદ ન હતો, પરંતુ ફિલ્મ બની ત્યાં સુધીમાં બંને એકબીજાની નજીક આવવા લાગ્યા અને તેઓ પ્રેમમાં પડ્યા. આ કપલ ફિલ્મ પછી જ એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. 3 ફેબ્રુઆરી 2012 ના રોજ, તેઓએ મરાઠી રીતિ-રિવાજ અનુસાર એકબીજા સાથે લગ્ન કર્યા.
જેનેલિયાના નામ પાછળનો રસપ્રદ કિસ્સો
જેનેલિયા ડિસોઝાના નામ વિશે એક રસપ્રદ કિસ્સો છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. જેનેલિયા ડિસોઝાનું નામ તેની માતા અને પિતાના નામ પરથી રાખવામાં આવ્યું છે. જેનેલિયાની માતાનું નામ જેનેટ અને પિતાનું નામ નીલ છે, જેના કારણે તેનું નામ ‘જેનેલિયા’ રાખવામાં આવ્યું છે.
જેનેલિયા ડિસોઝા ટોલીવુડમાં કમબેક કરશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જેનેલિયા ડિસોઝા ટોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં કમબેક કરવા જઈ રહી છે.
View this post on Instagram
જેનેલિયાને આ ફિલ્મમાં એક સોફ્ટવેર કંપનીના સીઈઓની ભૂમિકાની ઓફર કરવામાં આવી છે. જેનેલિયાના કેરેક્ટર વિશે હજુ વધારે કંઈ કહેવામાં આવ્યું નથી.

આ ફિલ્મમાં કન્નડ સુપરસ્ટાર રવિચંદ્રન પણ મહત્વના રોલમાં છે. તાજેતરમાં જ જેનેલિયાએ પોતે આ ફિલ્મ વિશે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે મને ફિલ્મોથી દૂર રહેતા 10 વર્ષ થઈ ગયા છે. તેણે કહ્યું કે હું જલ્દી જ કમબેક કરી રહી છું. આ મારા માટે ખાસ પ્રોજેક્ટ છે.