લિંગ પરિવર્તન : મહેસાણામાં જન્મના દાખલામાં ફેરફાર અંગે આવી પ્રથમ એવી અરજી કે પાલિકા પણ અસમંજસમાં મુકાઈ
- લિંગ પરિવર્તન પછી યુવકે નામ અને જાતિમા સુધારાની અરજી કરી
- અરજી મળતા પાલિકા ચકડોળે ચડી, આરોગ્યતંત્ર પાસે માંગ્યો અભિપ્રાય
- જન્મ રજીસ્ટ્રાર તરીકે ચીફ ઓફિસરને સત્તા હોવાનો મળ્યો જવાબ
મહેસાણામાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેના કારણે પાલિકા પણ ચકડોળે ચડી ગઇ છે. વાત જાણે એમ છે કે મહેસાણો યુવક તબીબી સર્જરીથી લિંગ પરિવર્તન કરાવીને છોકરામાથી છોકરી તો બની ગયો પરંતુ નામ અને જાતિના નામ બદલવા માટે અરજી કરતા પાલિકા ચકડોળે ચડી ગઇ છે. લિંગ પરિવર્તન પછી દસ્તાવેજી રેકોર્ડમાં તે મુજબ બદલાવ કરવામાં હજુ કાયદામાં નક્કર જોગવાઇ ન હોવાથી લિંગ પરિવર્તન પછી જન્મ, લગ્નનાં પ્રમાણપત્રોમાં નામ, જાતિ સુધારામાં મુશ્કેલ થતી હોય છે.
લિંગ પરિવર્તન કરનાર યુવકે કરી અરજી
દેશમાં લિંગ પરિવર્તન કરાવવું સામાન્ય બાત બની ગઈ છે.ત્યારે લિંગ પરિવર્તનના કિસ્સાઓ હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. પરંતુ આ લિંગ પરિવર્તન કરાવ્યા પછી દસ્તાવેજી રેકોર્ડમાં તે મુજબ બદલાવ કરવામાં હજુ કાયદામાં નક્કર જોગવાઇ કરાવમા આવી નથી જેના કારણે લિંગ પરિવર્તન પછી જન્મ, લગ્નનાં પ્રમાણપત્રોમાં નામ, જાતિ સુધારામાં મુશ્કેલી પડતી હોય છે. ત્યારે આજે મહેસાણામાં પણ આ પ્રકારનો કિસ્સો આવતા પાલિકા ચકડોળે ચડી હતી.
અરજીને પગલે પાલિકા ચકડોળે ચડી
મહેસાણા નગરપાલિકાની જન્મ મરણ શાખામાં લિંગ પરિવર્તન કરાવનાર યુવકે જન્મના દાખલામાં જાતિ અને નામ બદલવા અરજી કરતાં નગરપાલિકા ચકડોળે ચડી ગઈ હતી. સુરતમાં રહેતો આ યુવક મહેસાણામાં લિંગ પરિવર્તન કરાવી સ્ત્રી બન્યો છે. અને હવે તેને પોતાનુ નામ અને જાતને બદલવા માટે પાલિકામા અરજી કરી હતી.
પાલિકા તંત્રએ આરોગ્ય તંત્ર પાસે માંગ્યો અભિપ્રાય
આ યુવકનો મહેસાણાની હોસ્પિટલની નોંધ મુજબ પાલિકામાં જન્મના દાખલામાં જાતિ તરીકે પુરુષ અને માતા-પિતાના નામ સાથે જન્મનો દાખલો નીકળેલો છે. અને આ યુવકે ત્યા લિંગ પરિવર્તન કરાવી સ્ત્રી બન્યો છે.ત્યારે હવે તેને 25 વર્ષે નગરપાલિકામાં જન્મના દાખલામાં સુધારો કરવા અરજી કરી છે,જેને પગલે પાલિકા તંત્ર ચગડોળે ચઢતાં આરોગ્ય તંત્ર પાસે આ અંગે અભિપ્રાય માંગ્યો હતો. જેમાં જન્મ રજીસ્ટ્રાર તરીકે ચીફ ઓફિસરને સત્તા હોવાનો સરકારી જવાબ મળ્યો હતો.
ચીફ ઓફિસર : આવો પ્રથમ કિસ્સો અમારી પાસે આવ્યો
ચીફ ઓફિસર દર્શનસિંહ ચાવડાના જણાવ્યા મુજબ આ યુવકના જન્મ પ્રમાણપત્રમાં પુરુષ તરીકે જાતિ દર્શાવેલી છે. અને હવે તેને જેન્ડર ચેન્જનો રિપોર્ટ રજૂ કરી જાતિ અને નામમાં ફેરફાર કરી આપવા અરજી કરી છે.લિંગ પરિવર્તન બાયોલોજીકલી થઇ શકે છે. તેમણે જણાવ્યુ હતુ કે આવો પ્રથમ કિસ્સો અમારી પાસે આવ્યો છે. જેથી અમે આ અંગે સત્વરે ગાંધીનગર જન્મ મરણ રજીસ્ટ્રારની વડી કચેરીએ માર્ગદર્શન મેળવી તેને યોગ્ય સુધારો કરી આપીશું’.
આ પણ વાંચો : મુકેશ અંબાણી માત્ર પૈસાથી જ નહીં પરંતું દિલથી પણ છે અમીર, વર્ષો જૂના કર્મચારીને આપી આ કિમતી ભેટ