મિથુન રાશિના લોકોને નવા વર્ષમાં થશે બમ્પર લાભઃ આ ભુલો કરવાથી બચો
નવુ વર્ષ 2023 શરૂ થઇ ચુક્યુ છે. આ વર્ષ મિથુન રાશિના લોકો માટે કરિયર, આરોગ્ય, રિલેશનશીપ અને આર્થિક મોરચે શુભ પરિણામો આપશે. નવા વર્ષમાં મિથુન રાશિના જાતકોને ધન લાભ તો થશે જ, સાથે સાથે કરિયરમાં પણ સારા લાભ પ્રાપ્ત થશે. જોકે આરોગ્યની દ્રષ્ટિએ આ વર્ષ મિશ્રિત છે, તો ધ્યાન રાખજો અને હેલ્થની અવગણના કરવાની ભુલ બિલકુલ ન કરશો.
વર્ષની શરૂઆતમાં બુધ સુર્યની સાથે મિથુન રાશિના જાતકોના સપ્તમ ભાવમાં રહેશે. આ સાથે જ બુધ અને સુર્ય મળીને બુધાદિત્ય યોગનું નિર્માણ કરશે. ગુરૂ દેવ દસમાં ઘરમાં બેઠા છે અને એપ્રિલ સુધી અહીં જ રહેશે. શનિ અને શુક્ર મિથુન રાશિના અષ્ટમ ભાવમાં વિરાજમાન છે. રાહુ આ સમયે તમારા લાભ ભાવમાં વિરાજમાન છે. સાથે સાથે વર્ષની શરૂઆતમાં રાહુ અને ચંદ્રમાની યુતિ રહેશે જે ગ્રહણ દોષ બનાવે છે. તેથી થોડા સતર્ક રહેવાની જરૂર છે.
નોકરિયાત અને બિઝનેસમેન માટે સારો સમય
ગુરૂદેવ તમારા દસમાં ભાવમાં બેઠા છે તો આ સમય બિઝનેસવાળા માટે સારો રહેશે. ગુરૂ 22 એપ્રિલ સુધી વિરાજમાન રહેશે. જો આ સમયે તમારા કોઇ જુના કામ રોકાયેલા છે તો તેને જલ્દી પુરા કરી લેજો. નોકરિયાત વર્ગ માટે આ સમય સારો રહેવાનો છે. જે લોકો શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમના માટે પણ સારો સમય છે. નવુ કાર્ય પણ શરૂ કરી શકો છો. આ સમયે બિઝનેસમાં કોઇ ઉતાવળ ન કરતા. રોકાણ કરતા પહેલા વિચારજો.
મકાન અને વાહનના યોગ
નવા વર્ષમાં તમારે મકાન અને વાહનના યોગ બની રહ્યા છે, જે લોકો ઉચ્ચ શિક્ષણ માટે બહાર જવા ઇચ્છે છે તેમના માટે પણ આ વર્ષ સારુ માનવામાં આવે છે. જે લોકો નોકરી માટે વિદેશ જવા ઇચ્છે છે તેમના માટે પણ સારો સમય છે. મિત્રો સાથે અણબનાવની શક્યતાઓ છે. તમારે વાહન ખરીદીના પણ યોગ છે.
આરોગ્ય કેવુ રહેશે
વર્ષ 2023 મિથુન રાશિના જાતકો માટે ચઢાવ ઉતાર વાળુ રહી શકે છે. શનિ દેવજીના અષ્ટમ ભાવ, સુર્ય દેવજીના સપ્તમ અને મંગળના દ્વાદશ ભાવમાં હોવાના લીધે આરોગ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ વર્ષની શરૂઆતમાં તમને પરેશાન કરી શકે છે. ટેન્શન ઓછુ લો. ચિંતામુક્ત રહો. ધ્યાન કરો. બ્લડ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે તેવુ બની શકે.
આ ઉપાયથી થશે ફાયદો
ભગવાન ગણેશની આરાધના કરો. ગણેશજીના મંત્રોનો જાપ કરો. મિથુન રાશિવાળા ગુરૂવારનું વ્રત કરો. પક્ષીઓને ચણ ખવડાવો. આ બધા ઉપાયોથી મન શાંત રહેશે.
આ પણ વાંચોઃ રક્તદાન મહાદાનઃ પ્રમુખ સ્વામી નગરમાં રોજ આટલુ બ્લડ ડોનેટ થાય છે