‘ગંદી બાત’ એક્ટ્રેસે ન્યૂડ ફોટો શેર કરીને વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું- બોયફ્રેન્ડથી…
કોઈને કોઈ વિવાદને કારણે અવારનવાર સમાચારોમાં રહેતી ગેહના વસિષ્ઠે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં તે ન્યૂડ પોઝ આપી રહી છે. બાથટબની કિનારે બેઠેલી અભિનેત્રીએ તેના હાથથી કમર ઉપરનો ભાગ ઢાંક્યો છે. જ્યારે કમરથી નીચેનો ભાગ સફેદ ટુવાલથી ઢંકાયેલો જોવા મળે છે. ગેહનાએ ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે હું મારા બોયફ્રેન્ડથી કંટાળી ગઈ છું. જે મને ATMની જેમ ઉપયોગ કરી રહ્યો છે.
ગહેના વશિષ્ટનું છલકાયું દર્દ
ગેહનાની આ તસવીર પર સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા વિવિધ પ્રકારની કોમેન્ટ કરવામાં આવી રહી છે. એક યુઝરે લખ્યું, “તમે એવી વ્યક્તિ પાસે શા માટે જાઓ છો જે અમીર છે. એવા બોયફ્રેન્ડ બનાવો જે તમને પ્રેમ કરે, પૈસાને નહી. એક યુઝરે લખ્યું, “પાણી ગરમ થઈ ગયું હશે.” એક યુઝરે કમેન્ટ કરી, “એક અમીર બોયફ્રેન્ડને પકડો મેમ, તમે ગરીબ છોકરાઓની પાછળ કેમ છો.” એક યુઝરે લખ્યું. “તમે આવા લોકો ઇચ્છો તો પણ.” એક યુઝરે કમેન્ટ કરી કે, “તમે સારા લોકો પણ પસંદ નથી કરતા, ફક્ત તમારા જેવા ખરાબ લોકો જ પસંદ કરો છો.
અભિનેત્રી ઘણી સિરિયલમાં કરી ચુકી છે કામ
ગેહના વશિષ્ઠનું સાચું નામ વંદના તિવારી છે. તે એક લોકપ્રિય મોડલ અને ટીવી અભિનેત્રી છે. તેણીએ ઘણા મોડેલિંગ અસાઇનમેન્ટ અને ટીવી શો માટે કામ કર્યું છે. તે 2012માં મિસ ઈન્ડિયા બિકીની રહી ચૂકી છે. ગેહનાએ મધ્યપ્રદેશના ભોપાલથી રોબોટિક એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. ટીવી પર આવતી સિરિયલ ‘બેહેને’માં મુખ્ય ભૂમિકા ભજવીને તે નામ કમાઈ છે. બાદમાં તે ફિલ્મો તરફ વળી. ગેહનાએ ‘ફિમી દુનિયા’, ‘દાલ મેં કુછ કાલા’, ‘લખનૌ ઇશ્ક’ અને ‘ધ પ્રોમિસ’ જેવી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે તેલુગુ ભાષાની ઘણી ફિલ્મોમાં અભિનેત્રી તરીકે પણ કામ કર્યું છે. ગેહના એએલટી બાલાજીની વેબસિરીઝ ‘ગંદી બાત’માં મુખ્ય ભૂમિકા ભજવવા માટે પણ જાણીતી છે. તે ઉલ્લુ એપની વેબસીરીઝમાં પણ જોવા મળી હતી.
ગેહના પર એક મોડલે લગાવ્યો હતો આરોપ
લગભગ એક વર્ષ પહેલાં ગેહના સમાચારમાં આવી હતી જ્યારે 24 વર્ષીય મોડલે તેના પર ગેંગ-રેપનો આરોપ લગાવ્યો હતો અને તેને કેદ કરવાનો આરોપ લગાવ્યો હતો. મોડલનો આરોપ હતો કે ગેહના વશિષ્ટ અને અન્ય ત્રણ લોકોએ એક વીડિયો શૂટ દરમિયાન સેક્સ્યુઅલ એક્ટ કરવા માટે દબાણ કર્યું હતું.
અભિનેત્રીની કરવામાં આવી હતી ધરપકડ
ગેહના પર 87 વીડિયો શૂટ કરવાનો આરોપ હતો. તેને તેની વેબસાઇટ પર અપલોડ કર્યો હતો. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ગેહના પાસે તેની વેબસાઇટ માટે સબસ્ક્રિપ્શન મૉડલ હતું. જેનો ચાર્જ 2000 રૂપિયા હતો. જો કે ગેહના વશિષ્ઠના જણાવ્યા અનુસાર તેઓ માત્ર કામોત્તેજક વીડિયો બનાવતા હતા. આ દરમિયાન ગેહનાની ધરપકડ કરવામાં આવી હતી.