નેશનલ

ગેહલોત સરકારની મોટી જાહેરાત, ખેલાડીઓને સરકારી નોકરીમાં મળશે 2% અનામત

Text To Speech

રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે મોટો નિર્ણય લેતા ખેલાડીઓને સરકારી નોકરીઓમાં 2 ટકા અનામત આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણયની જાણકારી મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવી છે.

રાજસ્થાનના સીએમઓએ ટ્વીટ કર્યું, ‘રાજ્ય સરકારે રમતગમત અને ખેલાડીઓના હિતમાં સતત નિર્ણયો લીધા છે. સરકારી નોકરીઓમાં ખેલાડીઓ માટે 2 ટકા આરક્ષણ, 229 પ્રતિભાશાળી ખેલાડીઓ માટે આઉટ ઓફ ટર્ન જોબ તેમજ કોચ અને ખેલાડીઓ માટે પેન્શનની જોગવાઈ. આ સાથે રાજ્ય સરકારે આંતરરાષ્ટ્રીય મેડલ જીતનાર ખેલાડીઓની ઈનામી રકમ વધારીને 3 કરોડ રૂપિયા કરી છે.

ગેહલોત સરકાર અર્બન ઓલિમ્પિકનું પણ આયોજન કરશે

આ પહેલા શુક્રવારના રોજ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે ગ્રામીણ ઓલિમ્પિકની જેમ જ રાજ્યમાં ટૂંક સમયમાં શહેરી ઓલિમ્પિક ગેમ્સનું પણ આયોજન કરવામાં આવશે. તેમણે કહ્યું કે આવી રમતગમતની સ્પર્ધાઓ દેશ અને રાજ્યમાં સામાજિક સમરસતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમજ ગ્રામીણ રમત પ્રતિભાઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધી શકશે. તેમણે કહ્યું કે આનાથી રાજ્યમાં રમતગમતનું વાતાવરણ સર્જાશે. તેમણે કહ્યું કે અહીં ન તો હાર છે અને ન તો જીત. રમતને રમતની ભાવનાથી રમવાની જરૂર છે.

આ પણ વાંચો : કોંગ્રેસના દાવા પર PM મોદીનો પ્રહાર, કહ્યું- તે દુર્ભાગ્યપૂર્ણ છે કે અમે 1952માં ચિત્તાઓને દેશમાંથી લુપ્ત જાહેર કરી દીધા

Back to top button